બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ચાસના પ્રયોગ દ્વારા શાળા દાન કાર્યક્રમ યોજાયો
ભિતોડી ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરેલ એક ચાસનું અનાજ શાળાને દાન કરવા અથવા ઓછામાં ઓછું ૧૦ કિલો અનાજ આપી શાળાને મદદ કરવા શાળાના આચાર્યન હાકલ
દાનમાં આવેલ અનાજ દ્વારા શાળામાં ખૂટતી બાબતો અને બાળકોને શિક્ષણમાં ઉપયોગી ચીજ વસ્તુઓ આપવા નું આયોજન
સુખસર,તા.૨૨
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં ચાસના પ્રયોગ દ્વારા શાળા દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચાસ નો પ્રયોગ એટલે કે પોતાના ખેતરમાં અનાજની વાવણી કરેલ એક ચાસનુ અનાજ શાળાને દાન કરવાનું હોય છે.જેમાં ઓછામાં ઓછું ૧૦ કિલો અનાજ અને જેને વધુ આપવું હોય તે પોતપોતાની ઈચ્છા અનુસાર આપી શકે છે.એમાંથી શાળાના યુવા સમિતિ નક્કી કરે તે શાળામાં ખૂટતી બાબતો બાળકોને શિક્ષણમાં ઉપયોગી વસ્તુઓ લાવવામાં આવે છે.જેમાં આ વખતે
સી.સી.ટી.વી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.એક સમય એવો હતો કે,આ ગામના લોકો એવું માનતા હતા, સમજતા હતા કે,શાળાએ સરકારની છે, શાળાએ શિક્ષકોની છે.એવો ભાવ ગામ લોકોમાં હતો.પરંતુ શાળાના આચાર્ય દ્વારા અવાર-નવાર નાના-મોટા કાર્યક્રમો કરવાથી સમાજ સુધારવાના કાર્યક્રમો કરવાથી લોકોમાં જાગૃતિ લાવવાથી લોકોને સાચી વાતની જાણ કરવાથી હાલમાં ગ્રામજનો શાળાને સરકાર અને શિક્ષકોને નહીં પરંતુ પોતાની સમજતા થયા છે.શાળાનું ધ્યાન રાખતા થયા છે,શાળાની જાળવણી કરતા થયા છે અને જ્યારે જરૂર પડે ત્યારે શાળાને સહયોગ કરતા થયા છે.આજે ગામમાં એવા વાતાવરણનું નિર્માણ થયું છે કે,શાળાના તાળું મારવાની પણ જરૂર પડતી નથી. આ ગામની સ્થિતિ ખૂબ જ ગરીબ છે. એમનું કહેવું છે કે,હાલના સમયમાં કોઈપણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો ઉત્તમ શિક્ષણ ની જરૂર હોય છે.પરંતુ આ લોકો પોતાના બાળકોને સારી સુવિધા વાળી કે પ્રાઇવેટ શાળાઓમાં બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી.પરંતુ તેઓ કહે છે કે,અમારા ગામ માટે સરકાર ઘણું બધું આપે છે,શિક્ષકો ફાળવે છે,ઓરડા બંધાવે છે,એમ.ડી.એમ બાળકોને જમવાનું આપે છે,નાસ્તો આપે છે, શિષ્યવૃત્તિ આપે છે,ગણવેશ આપે છે તો અમો પણ દર વર્ષે અમારાથી બને તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારાથી બને એ સહયોગ કરી અને અમારી શાળાને ઉત્તમ શિક્ષણ આપે એવી અને અધ્યતન સુવિધાઓથી સજ્જ શાળા બનાવીને અમારા બાળકોને સારુ શિક્ષણ મળે એવી બનાવવાનો ગ્રામ લોકોએ સંકલ્પ કર્યો છે.અને એ વિચાર ગ્રામ લોકોમાં પ્રસ્થાપિત થયો છે.
આમ,ગ્રામજનો જે તે ગામના શિક્ષકો પોતાના ગામમાં ચાલતી પ્રાથમિક શાળાઓ પ્રત્યે ગ્રામજનો જાગૃતિ દાખવી સહયોગ આપે તો પોતાના બાળકો હોશિયાર બને તથા જાગૃત મા-બાપના સંતાનો ને ભારત દેશના જાગૃત નાગરિકો બનતા અટકાવી શકવાની કોઈની તાકાત નથી. પરંતુ પોતાની ફરજ પ્રત્યેની શાળાઓનો લગાવ કેટલા શિક્ષકોમાં છે?અને ગ્રામજનોને પોતાના સંતાનો ભારતના ટોપ નાગરિક બનાવવા જાગૃતિ છે કે કેમ?તે એક પ્રશ્ન છે.તમામ પ્રાથમિક શાળાઓમાં જાગૃતિ દાખવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના બાળકોને આગળ આવતા કોઈ રોકી શકે તેમ નથી.