Monday, 09/12/2024
Dark Mode

ઈટ ઉધોગના બદલે હેતુફેરની મંજૂરીઓ વગર ઊભા કરાયેલા કરોડો રૂ!ના વ્યાપારી સામ્રાજ્ય માં.. દાહોદને અડીને આવેલ છાપરી ગામની એ વિવાદિત જમીનોનો બિનખેતીનો હુકમ પણ સંદિગ્ધ અને બારોબાર ક્ષેત્રફળ નો વધારો પણ આશંકાઓ માં.!!

October 21, 2023
        1906
ઈટ ઉધોગના બદલે હેતુફેરની મંજૂરીઓ વગર ઊભા કરાયેલા કરોડો રૂ!ના વ્યાપારી સામ્રાજ્ય માં..  દાહોદને અડીને આવેલ છાપરી ગામની એ વિવાદિત જમીનોનો બિનખેતીનો હુકમ પણ સંદિગ્ધ અને બારોબાર ક્ષેત્રફળ નો વધારો પણ આશંકાઓ માં.!!

રાજેશ વસાવે :- દાહોદ 

ઈટ ઉધોગના બદલે હેતુફેરની મંજૂરીઓ વગર ઊભા કરાયેલા કરોડો રૂ!ના વ્યાપારી સામ્રાજ્ય માં..

દાહોદને અડીને આવેલ છાપરી ગામની એ વિવાદિત જમીનોનો બિનખેતીનો હુકમ પણ સંદિગ્ધ અને બારોબાર ક્ષેત્રફળ નો વધારો પણ આશંકાઓ માં.!!

દાહોદ .તા. ૨૧

   દાહોદ શહેરને અડીને આવેલ છાપરી ગામ કે જ્યાં દાહોદ કલેકટરાય થી લઈ ને જિલ્લા સત્તાધીશો ની ઓફિસો આવેલ છે. આ છાપરી ગામના જાહેર માર્ગ ઉપર આવેલ રે સર્વે નં 114 અને 115/અ ની મૂળ આદિવાસી નિરાધાર મહિલા વારસદરોની ખેતીની જમીનને દાહોદ તાલુકા પંચાયત કચેરી ના સંદિગ્ધ બિન ખેતીના હુકમના આધારે ઈટ ઉદ્યોગના બદલે સરકાર ના લાખ્ખો રૂપિયા પ્રીમિયમના નાણાં ભરપાઈ કરવા ના પડે અગર તો સરકારના પ્રીમિયમની ચોરી કરવાના આશયો સાથે હેતુફેર ની પૂર્વ મંજૂરીઓ વગર ઊભા કરાયેલા કરોડો રૂપિયાના ધંધાદારી સામ્રાજ્ય સામે શરતભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરીને મંજૂરીઓ વગરના બાંધકામો દૂર કરવા સંદર્ભમાં જાગૃત અરજદાર વિનોદભાઈ પટેલ દ્વારા દાહોદ જિલ્લાના મહેસૂલી તંત્રના સત્તાધીશો સમક્ષ કરવામાં આવેલા લેખિત રજૂઆતના પગલે ભુ-માફીયા સિન્ડિકેટ ગેંગ સમેત ખૂણે ખાચરે વહીવટી તંત્રમાં પણ એક પ્રકારનો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે છાપરી ગામના આ બંને વિવાદિત જમીનના 7/12 ની નકલોમાં જે ક્ષેત્રફળ હતું એમાં હિસ્સા ફોર્મ નં.4 ના આધારે બારોબાર 7/12 ની નકલો મા જે પ્રમાણે ક્ષેત્રફળ નો વધારો કરવામાં આવ્યો છે આ જોતા આ વિવાદિત જમીન ને અડી ને આવેલ ગૌચરની જમીનને ગાયબ કરી દેવામાં આવી હોવાની સ્ફોટક ચર્ચાઓ પણ સમાંતરે ગોઠવાઇ છે.!!

 જોકે દાહોદ શહેર થી છાપરી જતા જાહેર માર્ગ ઉપર આવેલ મૂળ આદિવાસી વારસદાર ખેડૂતોની જમીનો ઉપર દાહોદ તાલુકા પંચાયત કચેરીના વધુ એક સંદિગ્ધ બિન ખેતીના હુકમના આધારે કરોડો રૂપિયાના ઉભા કરાયેલા ધંધાકીય સામ્રાજ્ય ના અધિકૃત નકશાઓ ને હેતુફેર ની મંજૂરી વગર કેવી રીતે મંજૂર કરવામાં આવ્યા.? તદઉપરાંત આ જમીનોના રેવન્યુ દફતર નો અભ્યાસ કર્યા વગર વેચાણ નોંધોને મહેસુલી તંત્ર દ્વારા કેવી રીતે મંજૂર કરી? વિ.જેવા અનેક સંદિગ્ધ પ્રશ્નો આ વિવાદિત જમીનોમાં કાયદેસર તપાસો ની માંગ કરે એવા છે..

આદિવાસી ખેડૂત ની ખેતી ની જમીન માં કરાયેલા બાંધકામો દૂર કરો ના વધુ એક આદેશ પ્રજાજનો વચ્ચે ના પહોંચે એવા ધમપછાડાઓ શરૂ..

ઈટ ઉધોગના બદલે હેતુફેરની મંજૂરીઓ વગર ઊભા કરાયેલા કરોડો રૂ!ના વ્યાપારી સામ્રાજ્ય માં.. દાહોદને અડીને આવેલ છાપરી ગામની એ વિવાદિત જમીનોનો બિનખેતીનો હુકમ પણ સંદિગ્ધ અને બારોબાર ક્ષેત્રફળ નો વધારો પણ આશંકાઓ માં.!!

દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી દ્વારા દાહોદ તાલુકા પંચાયત કચેરીના બોગસ બિન ખેતીના હુકમના આધારે ઉકરડી રોડ ” હકીમી મોહલ્લા ” થી ઓળખાતા સામ્રાજ્ય ના બિન અધિકૃત બાંધકામો તોડીને જમીન ખાલસા કરવાના આપેલા સખ્ત આદેશ થી ભલભલા વગદાર ચહેરાઓ અંદરખાને સ્તબ્ધ થઈ ગયા છે

એટલા માટે કે દાહોદ કલેકટરાય કચેરી દ્વારા દાહોદમાં પડાવ થી ગરબાડા ચોકડી તરફ જતા જાહેર માર્ગ ઉપર એક આદિવાસી ખેડૂતની 73AA ખેતી ની જમીન માં બારોબાર ઊભા કરવામાં ધંધાકીય સામ્રાજ્ય ને પણ દિન-15 મા દૂર કરો નો આકરો આદેશ કરાયો હતો આ આદેશ પ્રજાજનો સુધી પહોંચે આ પહેલા ગુપ્ત રાહે રફેદફે કરવાના વગદાર ચહેરાઓ ના ધમપછાડાઓ અત્યારે ભલે સફળ રહ્યા પરંતુ આજે નહીં તો આવતીકાલે સત્ય બહાર આવશે જ.!! એટલા માટે કે દાહોદ બાયપાસ રોડ ઉપર જેસાવાડા ને અડીને આવેલ મૂળ આદિવાસી ખેડૂતોની કરોડ રૂપિયાની કિંમતી જમીનોના કરવામાં આવેલ સોદાઓ માં દાહોદ તાલુકા પંચાયત કચેરીના સંદિગ્ધ બિન ખેતીના હુકમોના આધારે કરોડો રૂપિયાના પ્રીમિયમ ચોરીનું કાંડ પણ મહેસુલી તંત્રના સત્તાધીશો ની નજરો માં આવી ચૂક્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!