બાબુ સોલંકી :- સુખસર
સુખસર પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી ને અનુલક્ષીને પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ
સુખસર,તા.૧૩
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં આગામી સમયમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને ગ્રામજનોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં ગરબાના આયોજકો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં સુખસર પી.એસ.આઇ.જી.બી ભરવાડ દ્વારા ગરબા આયોજકો ને જણાવ્યું હતું કે ગરબાનું આયોજન સુલેહનો ભંગ થાય નહીં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી ઉત્સવ સંપન્ન થાય તેના માટે આયોજકોએ ખાસ ધ્યાન રાખવા સાથે ગરબા સ્થળે વપરાશ થતાં વીજ પ્રવાહમાં પણ ખાસ ધ્યાન રાખી વીજ પ્રવાહના લીધે કોઈને નુકસાન પહોંચે નહીં તેની પણ સમજણ આપી હતી.તેમજ નવરાત્રી દરમ્યાન તમામ ધર્મ,જાતિ,કોમને બાજુ ઉપર રાખી ભાઈચારા થી નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે અને શુભ પર્વ ઉપર કલંક લાગે નહીં તેની સમજ આપી હતી.અને જણાવ્યું હતું કે, સુખસર વિસ્તારમાં લગભગ તમામ ગામડાઓમાં ગરબા ઓનું આયોજન કરવામાં આવેલ છે.અને આ પર્વ દરમિયાન પોલીસ સજાગ રહેશે સાથે-સાથે ગરબા આયોજકો અને ખેલૈયાઓએ પણ સહકાર આપી નવરાત્રી ઉત્સવને ઉજવવા આહવાન કરવામાં આવ્યું હતું.