બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વ સહાય જૂથ માટે કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો
ફતેપુરા તાલુકામાં કુલ ૯૭૬ સક્રિય સખી મંડળ આવેલા છે
સખી મંડળો દ્વારા વાસકામ, મોતી કામ,ઓર્ગેનિક શાકભાજી, સફાઈ કામદાર,માટીકામ,મરઘા પાલન,બકરા પાલન,ડેરી ઉદ્યોગ, કરિયાણા સ્ટોર,વર્મી કમ્પોસ્ટ, સીવણ કામ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવે છે
સુખસર,તા.૭
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગ્રામ અજીવિકા મિશન અન્વે સ્વ સહાય જૂથ માટે કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી અસારી તેમજ સરપંચો,લાલભાઈ સુવર તથા સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.ફતેપુરા તાલુકામાં કુલ ૧૫-૧૫ સભ્યો દ્વારા સખી મંડળની રચના થયેલ છે.જેમાં કુલ ૯૭૬ સક્રિય સખી મંડળ છે.જે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે.જેવા કે વાસકામ,મોતીકામ,ઓર્ગેનિક શાકભાજી,સફાઈ કામદાર,માટીકામ, મરઘા પાલન,બકરા પાલન,ડેરી ઉદ્યોગ, કરીયાણા સ્ટોર,વર્મીકમ્પોસ્ટ,સીવણ કામ વિગેરે પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે સ્ટેજ પરના લાભાર્થીઓને સખી મંડળના પ્રમુખોને ધિરાણ કરેલ લોનની રકમના,ચેક મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.સખી મંડળના પ્રમુખશ્રીઓને મંજુર થયેલ ધિરાણની રકમનારૂપિયા ૩૮૫૯૦૦૦/- ના ચેકો તેમજ મંજૂરી પત્રકો આપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસ્તરણ અધિકારી બારીયાએ કર્યું હતું.