બાબુ સોલંકી :- સુખસર
સુખસર પોલીસ કોન્સ્ટેબલની સતકર્તા: વાહનચોરીની ઘટનાને અંજામ આપતા વાહનચોર રંગેહાથ ઝડપાયો…
સુખસર ગામેથી ચોરી થયેલી ઇકો ગાડીને ગણતરીના કલાકોમાં ચોરી થયેલી ઇકો ગાડી સાથે ચોરને સુખસર પોલીસે ઝડપી પાડ્યો છે.
સુખસર તા.૬
દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી ચોરી વાહન ચોરી તેમજ ચેન્જ સ્નેચિંગ જેવા ગુનાઓ ઉપર પરિણામ લક્ષી કામગીરી કરી ગુનાઓને ડિટેક્ટ કરવા માટે જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અનુસાર સુખસર પોલીસ કામગીરીમાં જોતરાયેલી હતી ત્યારે સુખસર પોલીસ મથક વિસ્તારમાંથી એક દિવસ અગાઉ ચોરી થયેલી GJ 01 RW 9399 નંબરની eeco ગાડી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે સુખસર પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરી થયેલી ઇકોગાડી તેમજ ગાડી ચોરનાર ઇસમની તપાસમાં જોતરાતા ગણતરીના કલાકોમાં ઇકો ફોરવીલર ગાડી તેમજ ઇકો ફોરવીલર ગાડી ચોરનાર ઈસમને ચોરી કરેલી ઇકો ફોરવીલર સાથે ઝડપી પાડી હતી અને eeco ગાડી ચોરનાર આરોપી રાજબીરસિંઘ પરબતસિંઘ ચીખલીગર રહેવાસી બાસોદ મોહલ્લા સરદાર નગર કોટવાલી થાણા ડુંગરપુર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું ત્યારે સુખસર પોલીસે ચોરી કરેલી eeco ગાડી સાથે ગણતરીના કલાકોમાં ઇકો ગાડી ચોરનાર આરોપીને ઝડપી પાડી સુખસર પોલીસે સફળતા મેળવી હતી..