Wednesday, 11/12/2024
Dark Mode

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ સર્વ વર્ગીય કલાલ સમાજની બેઠક યોજાઈ.

October 2, 2023
        1240
ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ સર્વ વર્ગીય કલાલ સમાજની બેઠક યોજાઈ.

બાબુ સોલંકી :- સુખસર 

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ સર્વ વર્ગીય કલાલ સમાજની બેઠક યોજાઈ.

ભગવાન સહસ્ત્રબહુ અર્જુન જન્મોત્સવ નો ભવ્ય કાર્યક્રમ દાહોદ જિલ્લા ખાતે યોજાશે.

રાષ્ટ્રીય કલાલ સમાજ મહાસભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ.

સુખસર,તા.૨

       ગુજરાત પ્રદેશ સર્વ વર્ગીય કલાલ સમાજની બેઠક ગાંધીનગર ખાતે રવિવારના રોજ યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય કલાલ સમાજ મહાસભાના પ્રમુખ શંકરભાઈ કલાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આવનારા સમયમાં ભગવાન સહસ્ત્ર બહુ અર્જુન જન્મોત્સવ આવી રહ્યો છે.જે દાહોદ જિલ્લા ખાતે યોજવા નક્કી કરવામાં આવ્યું હતું.તેમ જ સમાજ સુધારણા બાબતેની તેમજ સર્વ વર્ગીય સમાજને એક મંચ પર લાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

    રાષ્ટ્રીય કલવાર,કલાલ, જયસ્વાલ,કલચુરી સમાજ મહાસભાના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ સર્વ વર્ગીય કલાલ સમાજની બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.રાષ્ટ્રીય કલાલ સમાજ મહાસભાના પ્રમુખ શંકરભાઈ કલાલ અમદાવાદના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.જેમાં ગુજરાત પ્રદેશ ક્ષેત્રના પ્રમુખ અરવિંદભાઈ પટેલ કલાલ,દાંતા વેગડા કલાલ સમાજ અમદાવાદના પ્રમુખ રમેશભાઈ કલાલ, રાષ્ટ્રીય કલાલ મહાસભાના સચિવ હરેશભાઈ કલાલ પાલનપુર, મોડાસા શામળાજી સમાજના આગેવાન પંકજભાઈ પટેલ કલાલ,મહારાષ્ટ્ર કલાલ સમાજના આગેવાન હાલ અમદાવાદ નિલેશભાઈ કલાલ, રાજસ્થાનના સલુબર વિસ્તારના મહિલા સંગઠનના પ્રમુખ રમીલા બેન કલાલ,પંચમહાલ,દાહોદ,મહીસાગર ગાંગડ તલાઈ ક્ષેત્રના કોર કમિટીના સભ્યો જેંતીલાલ કલાલ,વિજયભાઈ કલાલ,ગુજરાત પ્રદેશના મહાસચિવ હિતેશભાઈ કલાલ,મીડિયા પ્રભારી દિલીપભાઈ મેવાડા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ગુજરાત સહિત દેશભરમાં વસતા કલાલ,કલવાર,કલાર,કલચુરી સમાજને એક મંચ પર લાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ગુજરાત પ્રદેશના દાહોદ જિલ્લા ખાતે રાષ્ટ્રીય સર્વ વર્ગીય કલાલ સમાજની કાર્યકારી બેઠક,તેમજ ભગવાન સહસ્ત્ર બહુ અર્જુનનો જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ પણ દાહોદ જિલ્લા ખાતે યોજવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાંથી સમાજના આગેવાન બંધુઓ ઉપસ્થિત રહેવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!