બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરાના ખાતરપુરના મુવાડા યોજાયેલ ગ્રામસભામાં વિવિધ કામો અંગે ઠરાવ કરાયા
ફતેપુરા તાલુકા ટી.પી.ઓ, તલાટી કમ-મંત્રીની ઉપસ્થિતિમાં આંગણવાડી તથા શાળા રીપેરીંગ અને કોટની દીવાલનો ઠરાવ કરાયો
સુખસર,તા.૨
આજરોજ ગાંધી જયંતી નિમિત્તે ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં તાલુકા ટી.પી.ઓ,પી.બી.ઉમા,તલાટી કમ-મંત્રી જે.ડી.પટેલ,મનરેગા શાખાના રાજેન્દ્ર પ્રજાપતિ તથા પ્રાથમિક શાળાના આચાર્ય દલસિંગભાઈ વી. વસુનીયા તેમજ ડી.સી ભાભોર સહિત ગામના આગેવાન જગદીશભાઈ ભાભોર,અલ્પેશભાઈ વસુનીયા, રમસુભાઈ ડામોર,રાકેશભાઈ વસુનીયા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
યોજાયેલ ગ્રામ સભામાં ખાતર પૂરના મુવાડા ગામે આવેલ ત્રણ જેટલી આંગણવાડીના મકાનો તેમજ બે પ્રાથમિક શાળાઓના ઓરડાઓમાં રીપેરીંગ કામગીરીની જરૂરત હોય તેમ જ એક પ્રાથમિક શાળામાં કોટની દિવાલ નો પ્રશ્ન હોય યોજાયેલ ગ્રામ સભામાં ગ્રામજનોની હાજરીમાં ત્રણ આંગણવાડીઓ તથા બે પ્રાથમિક શાળાઓના રીપેરીંગ કામગીરી કરવા માટે તેમજ શાળાના કોટની દિવાલ બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.જે સર્વાનું મતે પસાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાખવામાં આવેલ ગ્રામ સભામાં શાંતિપૂર્ણ ઠરાવ કરી ગ્રામસભાનું સમાપન કરવામાં આવ્યું હતું.