બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા નગર તથા સુખસરમાં રામ ભક્તો દ્વારા શૌય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
ફતેપુરા નગર તથા સુખસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુખસર,તા.૧
વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ એટલે કે ષષ્ટીપૂર્તિ ના સંતોના આહવાન ઉપર સમગ્ર ભારત દેશમાં બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ ૩૦ સપ્ટેમ્બર થી ૧૪ ઓક્ટોબર-૨૦૨૩ સુધીમાં ભારતમાં બજરંગ દળ દ્વારા સૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ જે દિવસે ૧૯૯૨ માં બાબરી ધ્વંશ કરીને ગીતા જયંતીના દિવસે બજરંગ દળે આ દેશનું શૌર્ય જાગૃત કર્યું હતું તે દિવસને સનાતન હિંદુ ધર્મની ધરા ઉપર આસ્થા ધરાવતો આજનો હિન્દુ યુવા એ સશક્ત અને સામપ્રદાન સમાજ નિર્માણમાં અગત્યની ભૂમિકા નિભાવવાનો હોય છે.જેના અનુસંધાને આજરોજ ફતેપુરા તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત બજરંગ દળ દ્વારા ફતેપુરા તાલુકામાં સૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફતેપુરામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ શૌયૅ યાત્રાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીરામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ફતેપુરામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ શોર્ય યાત્રાનું શ્રીરામ ભક્તો દ્વારા તાલુકાના વિસ્તારમાં આગમન થતાંની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બજરંગ દળ શોર્ય યાત્રા ફતેપુરા નગરના દરેક વિસ્તારમાં પસાર થતા ભવ્ય નગર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સાથે જય જય શ્રી રામના નારા લાગતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ પૂર્ણ થતા બજરંગ દળ શૌયૅ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.યાત્રા દરમિયાન પોલીસના વાહનો મોટો કાફલો સહિત પોલીસ કર્મીઓ દ્વારા બંદોબસ્ત શૌયૅ યાત્રાના રૂટ ઉપર અનેક જગ્યા ઉપર પોલીસ પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યો હતો.