રાજેશ વસાવે :- દાહોદ
પોલીસ અધિક્ષક દ્વારા આંતરિક બદલીઓનો ગંજીફો ચિપાયો..
દાહોદ જિલ્લામાં ૦૪ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરીક બદલી કરાઈ..
લાંબા સમયથી ખાલી સમયથી પડેલા અને સંવેદનશીલ ગણાતા ગ્રામ્ય પોલીસ મથકમાં કાયમી પી.આઈ મુકાયા…
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં પોલીસ અધિક્ષક દ્વારા ચાર જેટલા બિન હથિયાર ધારી પોલીસ ઇન્સ્પેક્ટર ઓની બદલીઓનો ગંજીફો ચિપતા આંતરિક બદલીઓના દોરમાં દેવગઢ બારીઆ, દાહોદ એ. ડિવીઝન, દાહોદ બી. ડિવીઝન તેમજ ગ્રામ્ય પોલીસ મથકમાં બદલીઓ થવા પામી છે.જોકે દાહોદ જિલ્લામાં સંવેદનશીલ ગણાતા અને છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ પોલીસ થાણાઅધિકારીના તાબા હેઠળ ચાલતા દાહોદ તાલુકા પોલીસ મથકે કાયમી પી.આઈ મુકાતા ગ્રામ્ય વિસ્તારના કેસોના ઝડપી નિકાલ તેમજ કામનું ભારણ ઓછું થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.
દાહોદ જિલ્લામાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુપેરે ચાલે અને પોલીસમાં કેસોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ આજરોજ પોલીસ મેળામાં આંતરિક બદલીઓનો ગંજીફો ચિપ્યો હતો.જેમાં ચાર જુદા-જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે.જેમાં દેવગઢ બારીઆ સી.પી.આઈ કીરીટ લાઠીયાને દાહોદ એ. ડિવીઝનમાં, દાહોદ એ.ડિવીઝનના પીઆઈ મહેશભાઈ દેસાઈની દાહોદ બી. ડિવીઝનમાં, દાહોદ બી. ડિવીઝનના ગઢવીને દેવગઢ બારીઆ સી પી આઈ તરીકે બદલી અને એસ.ઓ.જી.ના સંજય ગામીતીને દાહોદ રૂરલમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. આમ, ઉપરોક્ત બદલીઓ થતાં જેતે સમયે પોતાના સ્થાન પર રહેલા પોલીસ કર્મચારીઓ પુનઃ પોતાના પોલીસમાં બદલીઓ થવા પામી છે.ત્યારે દાહોદ જિલ્લામાં સંવેદનશીલ ગણાતા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી પી.આઈનું પોસ્ટીંગ ખાલી હતું.જેના પગલે કામનું ભારણ તેમજ કેશોના ઝડપી નિકાલ થાય તે હેતુસર આજરોજ બદલીઓના દોરમાં દાહોદ તાલુકા મથકે પણ કાયમી પી.આઈનું પોસ્ટીંગ કરી દેવામાં આવ્યું છે.
——————