રાજેશ વસાવે :- દાહોદ
ઝારખંડથી છ રાજ્યોમાં ભ્રમણ કરી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું ઉમકળાભેર સ્વાગત.
દાહોદ તા.૧૮
ક્રાંતિવીર બિરસા મુંડાના ગામ ઉલીહાતુથી નિકળેલી અને ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં ફરી આદિવાસી સુરક્ષા યાત્રા હાલ ગુજરાતમાં છે.જે આજે દાહોદ શહેરમાં આવી હતી. આ ઐતિહાસિક યાત્રા કુલ ૫૦૦૦ કરતાં વધારે કિલોમીટર અને ૫૪ દિવસ સુધી ચાલનાર છે. યાત્રાના લિડર રાજુ વલવાઈ અને કન્વીનર કેતન કુમાર બામણીયા દ્વારા જણાવ્યું હતું કે આ દેશમાં આજે આદિવાસી સૌથી અસુરક્ષિત હોવાનું માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં આદિવાસીઓ પર અત્યાચારો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ઠેર ઠેર વિકાસના નામે જેનું અસ્તિત્વ જમીનથી જોડાયેલું છે એ આદિવાસીઓને જમીનથી બેદખલ કરવામાં આવી રહ્યા છે. આદિવાસીઓના બંધારણીય અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. ત્યારે દેશના આદિવાસીઓ એક થઈ ને લડે એ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રા જ્યાં જ્યાં ફરી છે ત્યાં ત્યાં ખૂબ પ્રતિસાદ મળ્યો છે અને હવે આદિવાસી એક થઈને લડે એ માટે તૈયાર થઈ રહ્યો હોવાની ખાતરી થઈ છે. આખી યાત્રા દરમિયાન ખાસ તો યાત્રાના ત્રણ સંદેશ દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ, સાંસ્કૃતિક શુદ્ધિકરણ, સામાજિક તથા રાજનીતિક જાગૃતતા લાવવા પર આદિવાસી સહમત થતા દેખાયા. સાથે સાથે હવે આદિવાસી આત્મનિર્ભર પણ બને એ ખૂબ જરૂરી હોઇ હવે આદિવાસી જીવનમાં, વૈચારિક રીતે, સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે અને ખાસ તો રાજકીય પક્ષો ની ગુલામી છોડી રાજકીય રીતે પણ આત્મનિર્ભર બનવા તૈયાર રહેવું જોઈએ, એમ પણ જણાવ્યું હતું.
આ યાત્રા ને દાહોદ શહેરમાં રહેતા આદિવાસી સમાજે ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. જેમાં જીલ્લા પ્રમુખ પવૅતભાઈ ડામોર તથા આદિવાસી પરિવાર ના સામાજિક આગેવાનો હાજર રહી યાત્રા ના લિડર રાજુ વલવાઈ અને કેતનભાઈ બામણીયા તથા સાથીઓ નું ફૂલહાર તથા પારંપરિક ઢોલ વાજાં સાથે ધામધૂમથી સ્વાગત કર્યું હતું. યાત્રા મા આદિવાસીઓ ના ભગવાન સમા બિરસા મુડા ની પ્રતિમા પર ફુલહાર કરી યાત્રા દાહોદ શહેરમાં આગળ વધી હતી. ત્યા આવેલ સૌ સમાજ જનો નુ અભિવાદન કરી યાત્રા બિરસા મુડા ભવન દાહોદ પહોંચી હતી.
જેમાં યાત્રાના સંદેશ ઉપરાંત વર્તમાન અને ભવિષ્યમાં આદિવાસીઓ માટે ઉભા થનારા પડકારોની ચર્ચા પણ થઈ હતી. આવતી કાલે તા 19-9-2023 ને યાત્રા લીમખેડા શીગવડ સંજેલી બાજુ જવા રવાના થશે.
આમ આદિવાસી સુરક્ષા યાત્રા આદિવાસી સમાજ મા વૈચારિક એકીકરણ. સંસ્કૃતિક શુધ્ધીકરણ સામાજિક એવમ રાજનૈતિક જન જાગૃતિ નો સંદેશા સાથે આગળ વધી…