Tuesday, 18/03/2025
Dark Mode

દાહોદના સર્વે નંબર 376 માં 150 ઉપરાંત મિલકત ધારકોને હાઇકોર્ટમાંથી આંશિક રાહત:અરજદારોને સાંભળી નિયમ અનુસાર કાર્યવાહી કરવા મામલતદારને ટકોર..

October 23, 2024
        3277
દાહોદના સર્વે નંબર 376 માં 150 ઉપરાંત મિલકત ધારકોને હાઇકોર્ટમાંથી આંશિક રાહત:અરજદારોને સાંભળી નિયમ અનુસાર કાર્યવાહી કરવા મામલતદારને ટકોર..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના સર્વે નંબર 376 માં 150 ઉપરાંત મિલકત ધારકોને હાઇકોર્ટમાંથી આંશિક રાહત:અરજદારોને સાંભળી નિયમ અનુસાર કાર્યવાહી કરવા મામલતદારને ટકોર..

દાહોદ તા. 23

દાહોદ તાલુકાના સાંગા ફળિયાથી નાની ખરજના સીમાડા સુધી સરકારી પડતર જગ્યાને બીજા બાજુ એ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી આ સરકારી પડતર જમીનને 376 સર્વે નંબરમાં ખપાવી દોઢસો ઉપરાંત દુકાનો તેમજ કોમર્શિયલ બાંધકામ કરી સરકારી જમીન પચાવી પાડ્યા હોવાનું તંત્રના ધ્યાને આવતા આ મામલે સરકારી તંત્ર દ્વારા ઉપરોક્ત મિલકતધારકોને દાહોદ મામલતદાર દ્વારા સરકારી જમીન ખુલ્લી કરવા 61 ડી અંગેની નોટિસ પાઠવતા દિવાળી ટાણે ઉપરોક્ત મિલકત ધારકોને માથે આભ તૂટે હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે ઉપરોક્ત મામલે કાયદાની પરિભાષામાં ઊભા થયેલા આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે અસરગ્રસ્ત વેપારીઓ અને ગોડાઉન ધારકો પૈકી કેટલાકે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.અને બોનોફાઈડ પર તરીકે પોતાને જણાવી તેઓ તેઓએ કોઈ ભૂલ ન કરી હોવાનું એટલે કે કોઈ ગુનો ન કર્યો હોવાનું જણાવ્યું હતું. સરકારી કાગળો જોઈને તેઓએ જમીન ખરીદી હોવાનું જણાવ્યું હતું.પોતાના વકીલ ઉત્કર્ષ દવે મારફતે રજૂ થયેલી રીટમાં હાઇકોર્ટ અનેક કારણોને તારણો જાણી નોંધ લીધી હતી. સરકારી તંત્ર પણ જવાબદાર હોઈ શકે છે તેવા કારણો હાથ ધરી હાલ પૂરતું આ દુકાનો કે ગોડાઉન ઉપર કોઈ પગલાં ન લેવા અને અરજદારોને એટલે કે અસર કરતાઓને સાંભળી કાયદાની મર્યાદામાં રહી જે તે નિર્ણય લેવાનો આદેશ અદાલતે કરતા હાલ પૂરતું આ ગોડાઉન અને દુકાનોનું ડિમોલેશન અટકી જવા પામ્યું છે. સદર જમીન કૌભાંડ આગામી દિવસોમાં કેવું રૂપ ધારણ કરશે તે હવે જોવું રહ્યું એક તરફ તંત્ર દ્વારા 219 કરતાં વધુ સર્વે નંબરો સંદિગ્ધ હોવાનું જાહેર કર્યું છે ત્યારે બીજી તરફ ફોજદારી કાયદાનો કોયડો વિઝનાર છે.તેવી અફવા વચ્ચે સમગ્ર ને સરકાર કઈ દિશામાં વળશે તે પણ આગામી દિવસો માટે ખૂબ મહત્વનું બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદનું ડીમોલેશન પાર્ટ ટુ હાલ પૂરતું ટળી જતા દિવાળીના તહેવારોમાં શહેરીજનોને આંશિક રાહત મળવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!