રાહુલ ગારી :- ગરબાડા
તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભુતરડી માં બની રહેલા ડામર રસ્તાની વિઝીટ મારી.
એજન્સીના કર્મચારીઓને યોગ્ય રીતે એસ્ટીમેન્ટ મુજબ રસ્તા નું કામ કરવા માટે સૂચન કર્યું
ગરબાડા તા. ૨૩
આજે તારીખ 23 ઓક્ટોબર ના રોજ મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લલ્લુભાઈ મલાભાઇ જાદવે ગરબાડા તાલુકાના ભુતરડે ગામ ખાતે નવીન બની રહેલા ડામર રોડની મુલાકાત કરી હતી. તે દરમિયાન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા એજન્સીના કર્મચારીઓને નવીન બની રહેલા ડામર રસ્તાને એસ્ટીમેન્ટ મેન મુજબ તેબી જાડાઈ અને ભરાઈ કરી યોગ્ય રીતે કામ કરવાની સૂચનો કર્યા હતા. ઉલ્લેખનિય છે કે ગરબાડા તાલુકામાં હાલમાં નવીન બનેલા રસ્તાઓ ચોમાસામાં મોટા બસ જમવા ભુવા પડ્યા છે અથવા તો રોડ બેસી ગયા છે. જેને લઇને તકેદારીનાં ભાગરૂપે ભૂતડી માં બની રહેલા ડામર રસ્તાનું તાલુકા પંચાયતના ઉપપ્રમુખે મુલાકાત કરી હતી.