રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસનાં બે જાબાઝ પોલીસ જવાનોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા…
દાહોદ તા. ૨૩
દાહોદ તાલીમ શાળા કેન્દ્ર ખાતે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પંચમહાલ ગોધરા રેન્જના આર.વી અન્સારીની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા પોલીસ વાર્ષિક તપાસણી યોજાય હતી જેમાં ૨૦૨૩/૨૦૨૪ ની ઉત્તમ કામગીરી બદલ પોલીસે જવાનોને પ્રમાણપત્ર તેમજ મેડલ આપે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા બે પોલીસ જવાનો એ.એસ.આઈ સિરાજ અબ્દુલ્લા શેખ તેમજ રાહુલ કુમાર નવલસિંહ પરમારને ૨૦૨૩/૨૦૨૪ જેસાવાડા પોલીસ મથકમાં ઉત્તમ કામગીરી કરવા બદલ તેઓને પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખન્યા છે કે આ બે પોલીસ જવાનોને અગાઉ પણ તેઓની ઉત્કૃત તેમજ ઉમદા કામગીરીની નોંધ ગાંધીનગર ખાતે લેવાય હતી અને વિકાસ સહાય નાં હસ્તે પણ *ઇ- કોપ એવોર્ડ* તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.