Tuesday, 03/10/2023
Dark Mode

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે કંટ્રોલરૂમ શરૂ કરાયો,સ્થાનિક વહીવટી તંત્રે નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 500 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. 

September 17, 2023
        1795
દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે કંટ્રોલરૂમ શરૂ કરાયો,સ્થાનિક વહીવટી તંત્રે નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 500 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. 

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે કંટ્રોલરૂમ શરૂ કરાયો,

સ્થાનિક વહીવટી તંત્રે નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 500 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. 

સ્થાનિક વહીવટી તંત્રના તમામ અધિકારીઓને હેડકવાટર ન છોડવાના આદેશ કરાયા,

અગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે દાહોદને રેડ ઝોનમાં મુક્યો

દાહોદ તા.17

 દાહોદ જિલ્લામાં ગતરોજ સાંજથી શરૂ થયેલી મુશળાધાર વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયો છે. દાહોદ જિલ્લાના 9 તાલુકા મથકો તેમજ દાહોદ શહેરમાં ગતરોજ સાંજથી વરસી રહેલો અનરાધાર વરસાદ હવે આફતનો વરસાદ થયો હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યો છે. દાહોદ શહેરમાં 9 ઇંચ કરતા વધારે વરસાદ વરસતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરનો

એતિહાસિક છાત તળાવ ઓવરફ્લો થતાં કેચમેન્ટ વિસ્તારમાંથી ધોધ સ્વરૂપે વરસાદી પાણી વહી રહ્યા છે. તો બીજી તરફ શહેરની ઐતિહાસિક અને પવિત્ર ગણાતી દૂધીમતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા એક તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો બીજી તરફ નદી કિનારે બનેલા કાચા પાકા મકાનોમાં નદીના પાણી

ભરાઈ જતા નદીના ધસમસતા પ્રવાહમાં જુના વણકરવાસમાં મકાનની દિવાલ ધરાસાયી થતા પરિવાર બેઘર બન્યું હતું. તો જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કલેકટર દ્વારા નીચાણવાળા ગામોને સાવધ કરવામાં આવ્યા હતા. દાહોદ શહેરના તળાવ ફળિયા ભીલવાડા, ખડા કોલોની, જુના વણકરવાસ, તેમજ કસ્બા વિસ્તારમાં

વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. શહેરના તળાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાં નગરપાલિકાની ટીમ કાર્યરત કરવામાં આવી છે.ભીલવાડા વિસ્તારના અંદાજિત ૩૦૦ જેટલાનું સ્થળાંતર કરી નજીકમાં આવેલ દેસાઈવાડ પ્રાથમિક શાળા તથા દોલતગંજ શાળામાં

ખસેડવામાં આવ્યા છે.આવી જ રીતે વણકરવાસના ૧૦૦ થી ૧૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પરંતુ મોટાભાગના લોકો સગા સબંધીઓને ત્યાં ચાલ્યા ગયેલ છે. જે હાલમાં ૬૦ થી ૭૦ જેટલા લોકો હાજર છે. તેઓને સબફરોસ જમાતખાના, હુસૈની હોલ, ઉર્દુ કુમારશાળા હાલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. અગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ

પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં દાહોદ જિલ્લાને રેડ ઝોનમાં ગણવામાં આવી છે ત્યારે દાહોદ તાલુકામાં ભારે વરસાદની આગાહીના કારણોસર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાનું ચાલુ કર્યું છે વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધી કલોક અત્રેની કચેરીનું ડીઝાસ્ટર શાખા કાર્યરત કરવામાં આવી છે. કચેરીના તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખી આ વરસાદી માહોલમાં જરૂર પડએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ કરી દેવામાં આવ્યું છે. જોકે હાલ વરસાદ ચાલુ હોવાથી શહેરીજનોની હાલત વધુ વખોડી બનવા પામી છે. તારે હવામાન વિભાગની આગાહીના પગલે આગામી કલાકો દાહોદ માટે ભારે રહેશે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!