
કલ્પેશ શાહ :- સિંગવડ.
સિંગવડ તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખ માટે એક એક ફોર્મ ભરાયા.
સીંગવડ તા. ૧૪
સિંગવડ તાલુકામાં અઢી વર્ષનો સમય મર્યાદા 15 9 2023 ના રોજ પૂર્ણ થવાના હોય ત્યારે જૂનું તાલુકા પંચાયતનું પ્રમુખ ઉપપ્રમુખ નું માળખું બદલી નાખવાનું હોય તેને ધ્યાનમાં રાખીને સિંગવડ તાલુકા પંચાયત માટે તારીખ 13 9 2023 ના રોજ ૧૦ થી ૨ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હતો જ્યારે દાહોદ જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મનુભાઈ વણકર દ્વારા મેન્ડેડ સિંગવડ તાલુકા પંચાયત ખાતે રજૂ કરવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં રાખીને સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ દ્વારા આ મેન્ડેડ ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી માંથી પ્રમુખ માટે ગોવિંદભાઈ બાબુભાઈ વહોનીયા તથા ઉપપ્રમુખ માટે શ્રુતિ બેન રાજુભાઈ ડામોર નું ફોર્મ ભરવામાં આવ્યું હતું જ્યારે મહેન્દ્રભાઈ પટેલ તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી મહામંત્રી ભરતભાઈ ભાભોર વગેરે કાર્યકર્તાઓ હાજર રહીને સિંગવડ તાલુકા વિકાસ અધિકારી એસ એસ પટેલને આ ફોર્મ આપવામાં આવ્યું હતું જ્યારે કારોબારી સમિતિમાં પર્વતભાઈ સૂરમાભાઇ ડામોર પક્ષના નેતા તરીકે રવેસિહ ભાઈ તેરાભાઈ તાવિયાડ અને દંડક તરીકે શ્રી કાળુભાઈ વરસીંગભાઇ બારીયા ના નામનું મેન્ડેડ આવતા આ તમામ સદસ્યો દ્વારા બપોરે 12 કલાકે જઈને તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા જ્યારે આ તાલુકા પંચાયત સિંગવડ ખાતે બીજા કોઈ સદસ્યો દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવતા આ સિંગવડ તાલુકા પંચાયતમાં ફરી અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્ય વગેરેની તાજ પોથી ટૂંક સમયમાં થશે તેમ લાગી રહ્યું છે અને નવા હોદ્દેદારો અઢી વર્ષ માટે આવશે તો લોકોના કામો કરશે કે લોકોમાં ચર્ચા ચાલી રહી છે