Thursday, 25/07/2024
Dark Mode

પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વચ્ચે આંતરિક ગજગ્રાહ: બી ડિવિઝન પોલીસ મથકે હાઈ વૉલ્ટેજ ડ્રામા યોજાયો.દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:ચીફ ઓફિસરના ઘરે જઈ ધોલ ધપાટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

September 5, 2023
        970
પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વચ્ચે આંતરિક ગજગ્રાહ: બી ડિવિઝન પોલીસ મથકે હાઈ વૉલ્ટેજ ડ્રામા યોજાયો.દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:ચીફ ઓફિસરના ઘરે જઈ ધોલ ધપાટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

વિનોદ પંચાલ :- દાહોદ 

પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વચ્ચે આંતરિક ગજગ્રાહ: બી ડિવિઝન પોલીસ મથકે હાઈ વૉલ્ટેજ ડ્રામા યોજાયો.

દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:ચીફ ઓફિસરના ઘરે જઈ ધોલ ધપાટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

દાહોદ નગરપાલિકામાં જૂથબંદી ચરમસીમાએ:મારામારીના બનાવમાં આંતરિક રાજકારણ ખેલાયું હોવાની આશંકા..

પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે મારામારીના બનાવમાં રાજકારણમાં ખળભળાટ..

ચીફ ઓફિસર પર હુમલાના વિરોધમાં નગરપાલિકાના કર્મચારી મંડળ હડતાલ પર: આવશ્યક સેવાઓને બાદ કરતા વહીવટી પ્રક્રિયા પેનડાઉન…

દાહોદ તા.05

દાહોદ નગરપાલિકાના પ્રમુખ પતિ દ્વારા ચીફ ઓફિસર ને માર મારવાના બનાવમાં કાયદેસર ફરિયાદ નોંધાતા દાહોદ જિલ્લાના રાજકારણમાં ડબલ ભાદરવી ગરમાવો આવવા પામ્યો છે. બનાવના અનેક રાજકીય પડઘા પામ્યા છે. નગરપાલિકાના રાજકારણની સાથે સાથે સમગ્ર જિલ્લાના રાજકારણમાં તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે. તો પ્રમુખ પતિ દ્વારા હુમલાના બનાવમાં નોંધાયેલી ફરિયાદને પગલે જિલ્લાની ત્રણેય નગરપાલિકાના કર્મચારી મંડળોએ બનાવને વખોડી હડતાલ કરી દેતા પ્રજાકિય કામો અટવાઈ જવા પામ્યા હતા. જોકે સફાઈ,ફાયર, આરોગ્ય અને પાણી જેવી આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રાખી વહીવટી પ્રકિયાથી અળગા રહી પેન ડાઉન કર્યો હતો.સમગ્ર રાજ્યમાં આ ઘટનાના પ્રત્યાઘાત આપતાં બનાવ અંગે સીલસિલા બંધ વિગતો એવી છે કે દાહોદ નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા અને સત્તાધારી પક્ષના સદસ્યોં તેમાંય ખાસ કરીને પાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ વચ્ચે આમ પણ છત્રીસનો આંકડો હોવાનું વહેતું થવા પામ્યું હતું. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પાલિકાના સંબંધીતો દ્વારા ચીફ ઓફિસરને બદલવાની માંગણી કરાતા યશપાલ વાઘેલાની જામ ખંભાળિયા ખાતે બદલી કરવામાં આવી હતી. આમ બન્ને જણા એકબીજાના વૈમનસ્ય સાથે એકબીજાના કામમાં જોતરાયા હતા. પરંતુ આશ્ચર્ય વચ્ચે થોડાક જ સમયમાં બદલી કરાયેલા યશપાલ વાઘેલાને પુનઃ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરાતા દાહોદના રાજકારણમાં એક નોખા પ્રકારની ચર્ચાએ જન્મ લીધો હતો. જોકે એકબીજા સાથે ખુલાસા કરી બંને દાહોદના હિતના કામ કરવાના કોલ કરી ફરજમાં જોતરાયા હતા. પરંતુ અનેક આશા અપેક્ષા અને કાર્ય પદ્ધતિના કારણે સંબંધીતો અને ચીફ ઓફિસર વચ્ચે સમન્વયનો અભાવ સ્પષ્ટ વર્તાઈ આવતો હતો. તેવા સમયે અચાનક સ્માર્ટ સિટીના કેટલાક કામોની સાથે ડીમોલેશનની કામગીરી શરૂ થતા હવે શહેર વિકાસ કુચ તરફ આગળ વધશે એવા એધાણ વર્તાયા હતા.પરંતુ કોણ જાણે કેમ.? પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે ગજ ગ્રાહ યથાવત રહેવાનું લોકોને પ્રતિ થવા પામ્યું હતું. બંને એકબીજાની રીતે નીતિ માટે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હતા. એટલું જ નહીં દાહોદ નું ગાડુ નગરપાલિકાનું તંત્ર કાર્યરત હતું. નગર પ્રમુખે પોતાની મુદત પૂરી થવાના આરે આવતા અને નગરપાલિકાના આંતરિક રાજકારણમાં પણ ગરમાવો આવતા સુધરાઈ સદસ્યોની જૂથબંદી પણ બહાર આવી હતી. અનેક કોન્ટ્રાક્ટરોના બિલો અને અન્ય કામગીરી અંગે મત મતાંતરની વચ્ચે વહીવટી કામો અંગે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હતા. એવા સમયે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને દેવગઢ બારીયા નગરપાલિકાનો ચાર્જ સોપાતા બે ઘોડે સવાર નગરપાલિકા ચીફ ઓફિસર બંને જગ્યાએ સમય ફાળવતા અને પાલિકા પ્રમુખે સતત અહીંયા ચીફ ઓફિસરને નિર્માણાધીન કાર્યોના સ્થળ નિરીક્ષણ કરવા માટે દબાણ ઊભું કરતા આ અંગે ચીફ ઓફિસરે પાલિકા પ્રમુખને સ્થળ વિઝીટ કરી લો હું દેવગઢ બારીયા થી આવીને સ્થળ વિઝીટ કરી લઈશ તેવું જણાવતા પાલિકા પ્રમુખ મનોમન આક્રોશિત થયા હતા. ત્યારબાદ પાલિકા પ્રમુખ તેમજ તેમના પતિ ધર્મેન્દ્ર પંચાલ રોડ રામનગર ખાતે પહોંચી ઉપર ગટરની પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરી હોવાના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટરના માણસો સાથે તકરાર કરી હતી. જોકે તે સમયે પાલિકાના અધિકારીઓ તેમજ સેનેટરી વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા ભૂગર્ભ ગટરની લાઈનો ખુલ્લી કરી જે જગ્યાએ જોઈન્ટ માંથી લીકેજ હતો. તેને શોધી રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પાલિકા પ્રમુખના પતિ દ્વારા વારંવાર ફોન કરતા ચીફ ઓફિસર દ્વારા ટેલીફોનિક સંપર્ક કરતા તેઓનો સંપર્ક ન થતા પાલિકા પ્રમુખના પતિ પણ ભારે આક્રોશિત થયા હતા. આ દરમિયાન પાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલે સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલી કામગીરી નું સાંજ સુધી હાજર કામગીરીનું નિરીક્ષણ કરી ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન ખૂબ જ આક્રોશિત થયેલા પાલિકા પ્રમુખના પતિ ધર્મેન્દ્ર પંચાલ નગરપાલિકા ચીફ ઓફિસરના વિરોધમાં પત્ર લખી અને રાત્રે લગભગ આઠ સાડા આઠ વાગ્યાના સુમારે પોતાના બે મિત્રોને ચીફ ઓફિસરના સરકારી નિવાસ ઉસરવાણ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ ચીફ ઓફિસરના ઘરે પહોંચેલા પ્રમુખના પતિએ ઓફિસર સામે અભદ્ર વ્યવહાર કરી મેં તમને આટલા મેસેજ કર્યા છે. ફોન કર્યા છે તમે જવાબ કેમ આપતા નથી. તેમ કહી મારે આક્રોશમાં આવી ગયેલા પ્રમુખ પતિ ધર્મેન્દ્રભાઈ પંચાલે ચીફ ઓફિસરને ધોલ ધાપટ કરી મોઢાના તેમજ નાકના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરી દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી પ્રમુખ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પ્રમુખ પતિ ધર્મેન્દ્ર પંચાલ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ ચીફ ઓફિસરે મારા પર હુમલો કરી મારી કોલર પકડી લીધો હતો. જ્યારે મેં આવો કોઈ માર માર્યો નથી આવું જણાવ્યું હતું. આ અંગે બી ડિવિઝન પીઆઈ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલ વાઘેલાએ નોંધાવેલ ફરિયાદના આધારે ipc કલમ 332,452,323,504,506,(2) મુજબ ગુનો નોંધ્યો હતો.

પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વચ્ચે આંતરિક ગજગ્રાહ: બી ડિવિઝન પોલીસ મથકે હાઈ વૉલ્ટેજ ડ્રામા યોજાયો.દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:ચીફ ઓફિસરના ઘરે જઈ ધોલ ધપાટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે મારામારી બાદ દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે હાઈ વોલ્ટેજ ડ્રામા યોજાયો.

દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા ચીફ ઓફિસર સાથે મારામારી કરી હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલી પાંખના સદસ્યો, દાહોદ નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ, તથા સામાજિક આગેવાનો તથા અગ્રણીઓના ટોળાં બી ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા.ત્યારબાદ કલાકો સુધી આક્ષેપ પ્રતિઆક્ષેપ તેમજ સુધરાઈ સભ્યોના રીસામણા મનામણા વચ્ચે એક તબક્કે ઘીના ઠામમાંથી ઘી ઠરી જશે તેવું પણ મનાઈ રહ્યું હતું પરંતુ એકબીજાના અહમ વચ્ચે આવતા આખરે સમાધાન ન થતા પાલિકા પ્રમુખના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

દાહોદ નગરપાલિકામાં જૂથબંદી ચરમસીમાએ: મારામારીના બનાવમાં આંતરિક રાજકારણ ખેલાયું હોવાની આશંકા..

પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વચ્ચે આંતરિક ગજગ્રાહ: બી ડિવિઝન પોલીસ મથકે હાઈ વૉલ્ટેજ ડ્રામા યોજાયો.દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:ચીફ ઓફિસરના ઘરે જઈ ધોલ ધપાટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

દાહોદ ખાતે બનેલા ઉપરોક્ત મારામારીના બનાવ પાછળ ખરેખર સાચું કારણ શું છે? એ તો તપાસના અંતે બહાર જ આવશે. પરંતુ શહેરના વિવિધ રાજકીય પક્ષો તેમજ ભાજપના આંતરિક વર્તુળમાં થતા છુપા ગણગણાટ એવું પણ પ્રસ્થાપિત કરી રહ્યું છે કે સમગ્ર બનાવ અગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોક ચોક્કસ દોરી સંચાર થકી રાઈ માંથી પહાડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે. આમ પણ નગરપાલિકામાં જૂથબંદીએ માઝા મૂકી હોવાનું અનેક કાર્યક્રમો અને બનાવોએ ફલિત કર્યું છે. ત્યારે આ બનાવમાં પણ અપની લાઠી અપની ભેંસના સૂત્રને સાર્થક કરવા પોતાના ફાયદા અર્થે બનાવને રંગ આપવાની કોશિશ પણ થઈ રહી હોવાનું શહેરમાં ચર્ચા થઈ રહ્યું છે ત્યારે આ બાબતે અને રાજકીય પક્ષોએ પણ રાજનીતિ શરૂ કરી હોવાનું પ્રતિ થવા પામ્યું છે.જેના પગલે ખેલાયેલા આંતરિક રાજકારણના કારણે આખો બનાવ બન્યો હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર પર હુમલાના વિરોધમાં ત્રણ નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યાં: આવશ્યક સેવાઓને બાદ કરતા વહીવટી પ્રક્રિયા પેન ડાઉન…

પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વચ્ચે આંતરિક ગજગ્રાહ: બી ડિવિઝન પોલીસ મથકે હાઈ વૉલ્ટેજ ડ્રામા યોજાયો.દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની દબંગાઈ:ચીફ ઓફિસરના ઘરે જઈ ધોલ ધપાટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

દાહોદમાં ગતરોજ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલના પતિ ધર્મેન્દ્ર પંચાલ દ્વારા દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાના નિવાસ સ્થાન પર જઈ ધોલધપાટ કરતા એક તરફ સમગ્ર રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તો બીજી તરફ કર્મચારી મંડળમાં પણ સ્તબદતા તાનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. હુમલાના બનાવ બાદ દાહોદ નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓનો કાફલો બી ડિવિઝન પોલીસ મથકે ભેગો થયો હતો. અને સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડવાની આ શંકા ગઈકાલ રાત થી જ લાગી રહી હતી તે જ અનુરૂપ આજરોજ વહેલી સવારે દાહોદ નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ભેગા થયા હતા. અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશો અનુસાર ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પર થયેલા હુમલાના વિરોધમાં હડતાલ પર ઉતરી ગયા હતા. એટલું જ નહીં દાહોદ નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝાલોદ તેમજ દેવગઢબારિયા નગરપાલિકાના કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા હતા. જોકે પ્રજાની સુખાકારીને ધ્યાને લઈ ફાયર,આરોગ્ય,અને પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓને બાકાત કરતા વહીવટી પ્રક્રિયાથી અળગા રહી પેન ડાઉન કરી હડતાલમાં જોડાયા હતા જેના પગલે પ્રજાલક્ષી કામો પણ ઉપરોક્ત ત્રણેય નગરપાલિકામાં અટવાઈ જવા પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!