બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી ગામે યુવા સંગઠન મીટીંગમાં ગ્રામ્ય વિસ્તારની વિવિધ બાબતો માટે ચર્ચા વિચારણા કરી સમિતિ બનાવવામાં આવી.
ભીતોડી ગામના ૨૧ યુવાનોની સમિતિ બનાવી ગામના શિક્ષણ, આરોગ્ય,ખેતી,સફાઈ, સામાજિક જાગૃતિ વગેરેની દેખરેખ માટે સભ્ય દીઠ ૧૦ ઘરોની જવાબદારી સોંપવામાં આવી
સુખસર,તા.૩
ફતેપુરા તાલુકાના ભીતોડી ગામે યુવાનોની સંગઠન મીટીંગ યોજવામાં આવી હતી.કોઈપણ પરિવાર,સમાજ,ગામ,દેશ અને રાષ્ટ્રનો વિકાસ કરવો હોય,આગળ લઈ જવો હોય,પરિવર્તન લાવવું હોય,કૂવિચારો દૂર કરવા હોય,કૂરિવાજો દૂર કરવા હોય અને રાષ્ટ્રને બચાવો હોય તો દરેક જગ્યાએ યુવા શક્તિ યુવા શક્તિને યુવા વિચારોને કામે લગાડવું પડશે. યુવાનોને આગળ આવવું પડશે તોજ આપ જે ધારો એ કરી શકો છો.પરંતુ હાલમાં યુવા શક્તિ ખોટા રસ્તે વપરાઈ ગઈ
છે.વ્યસનમાં,ફેશનમાં,પંથાપંથી, પક્ષાપક્ષી જેવી બાબતોમાં યુવા શક્તિ વેડફાઈ રહી છે.તેથી જ તો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે,ભારત દેશને બદલવો હોય,દેશને બચાવો હોય તો મને ફક્ત ૧૦૦ યુવાનો આપો.આ દેશ બદલાઈ જશે.અને એ કામ સ્વામીજીએ કરીને બતાવ્યુ.આ પવિત્ર ભાવ સાથે ભીતોડી ગામના ૨૧ યુવાનોની સમિતિ બનાવવામાં આવી હતી.અને આ તમામ યુવાનો બાકીની તમામ બાબતોથી દૂર રહી ફક્ત અને ફક્ત પોતાના ગામ ને કેવી રીતે આગળ લઈ શકાય?ગામનો વિકાસ કેવી રીતે કરી શકાય?ગામને નંદન વન કેવી રીતે બનાવી શકાય?અને ગામ જ્યાં છે ત્યાંથી અપ કેવી રીતે કરી શકાય?ગામમાં શિક્ષણ,આરોગ્ય,ખેતી, સામાજિક રીતે કચાસ હોય કે એક સફાઈ કરવી જોઈએ હોય તો તેને દૂર કરવાનો સંકલ્પ કર્યો.અને ગામમાં એક પણ બાળક શિક્ષણ અને શાળાથી દૂર ન રહે તે માટે તમામ સભ્યોએ ૧૦-૧૦ ઘરોની જવાબદારી સોપવામાં આવી. જેમાં બાળક દરરોજ શાળાએ જાય, દરરોજ ઘરે લેશન કરે તથા તમામ સ્પર્ધાઓમાં ભાગ લે સાથે વાંચન, લેખન,ગણનમાં જે-તે ધોરણ,કક્ષા મુજબ શીખે જેવી બાબતોનુ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.અને આગામી ૧૦ દિવસમાં શાળામાં બાળકોની સો ટકા હાજરી કરવાનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો આવ્યો હતો.