Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મારગાળાના નાની પચોર વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કૂક ની જગ્યા માટે અન્યાય થતા ગાંધીનગર ખાતે રજૂઆત

September 2, 2023
        594
ફતેપુરા તાલુકાના મારગાળાના નાની પચોર વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કૂક ની જગ્યા માટે અન્યાય થતા ગાંધીનગર ખાતે રજૂઆત

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મારગાળાના નાની પચોર વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કૂક ની જગ્યા માટે અન્યાય થતા ગાંધીનગર ખાતે રજૂઆત

પસંદગી પામેલ મહિલાને મધ્યાહન ભોજન સંચાલકનો ચાર્જ સોપવા રૂપિયા એક લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ.

લાગવગ તરીકે નક્કી થયેલ રકમ પૈકી રૂપિયા પંદર હજાર સંચાલક મંડળના પ્રમુખ દ્વારા સ્વીકારવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ..

સુખસર,તા.૧

ફતેપુરા તાલુકાના મારગાળા ગામે આવેલ નાની પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કુકની જગ્યા ખાલી પડતા સંયુક્ત કમિશનર મધ્યાહન ભોજન યોજના ગાંધીનગર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ માટે તાત્કાલિક નિમણૂક પ્રક્રિયા કરવા જણાવતા મધ્યાહન ભોજન કમ-કુકની ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ હતી.જેમાં એક સ્થાનિક બહેનની પસંદગી કરવામાં આવેલ હતી.પસંદગી પામેલ મહિલા ઉમેદવાર પાસે જગ્યાનો ચાર્જ સોપવા ફતેપુરા મામલતદાર દ્વારા લાંચની માંગણી કરેલ હોવા બાબતના આક્ષેપ સાથે અગ્ર સચિવ મહેસુલ વિભાગ ગાંધીનગર તથા દાહોદ જિલ્લા કલેકટર ખાતે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંયુક્ત કમિશનર મધ્યાહન ભોજન યોજના ગાંધીનગર દ્વારા મારગાળાના પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે ખાલી પડેલી મધ્યાહન ભોજન સંચાલક કમ કુક ની જગ્યા માટે ૮ મે ૨૦૨૩ ના રોજ જાહેરાત આપવામાં આવેલ હતી.આ જગ્યા માટે માલીવાડ શીતલબેન સુરેશભાઈ રહે.મારગાળા નાની પચોર તા. ફતેપુરા નાઓએ ઉમેદવારી નોંધાવી હતી.જેના મૌખિક ઇન્ટરવ્યૂ તારીખ ૨/૬/૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ હતા.જે અન્વયે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર નંબર ૧૪૩ પ્રાથમિક શાળા નાની પચોર ફળિયા વર્ગ માટે સને ૨૦૨૩-૨૪ ના આગામી શૈક્ષણિક સત્ર માટે સંચાલક કમ કુકની ખંડ સમયની ફરજો બજાવવા માટે માલીવાડ શીતલબેન સુરેશભાઈ નાઓની પસંદગી કરવામાં આવી હતી.
જેથી મામલતદાર ફતેપુરા ના તા ૩/૬/૨૦૨૩ ના નિમણૂંક હુકમના આધારે શીતલબેન માલીવાડે તા ૧૨/૬/૨૦૨૩ ના રોજ હાજર રિપોર્ટ હેડ માસ્તર નાની પચોર વર્ગ પ્રાથમિક શાળા,મારગાળા તા.ફતેપુરા,જી. દાહોદના ઓને આપેલ હતો.ત્યારબાદ હાજર રિપોર્ટના આધારે શીતલબેન માલીવાડને તા.૧૨/૬/૨૦૨૩ ને સોમવારના સવારના ૯:૧૫ કલાકે હાજર કરવામાં આવ્યા હતા.અને શીતલબેન માલીવાડને હાજર કરવા બાબતનો રિપોર્ટ હેડ માસ્તર,નાનીપચોર ફળિયા વર્ગ મારગાળાએ તેમના તા.૧૨/૬/૨૦૨૩ ના અહેવાલથી મામલતદાર ફતેપુરા ને જાણ કરેલ હતી.તેની નકલ શીતલબેન માલીવાડ સહી સાથે તથા મામલતદાર ફતેપુરા તરફ મોકલી આપેલ હતી.
હાજર રિપોર્ટ મામલતદાર કચેરીએ આપવા છતાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર નંબર ૧૪૩ પ્રાથમિક શાળા પચોર ફળીયા વર્ગ, મારગાળાના સંચાલક કમ કુકની નિમણૂંક બાબતનો રિપોર્ટ તાલુકા કક્ષાએથી અપાવેલ નહીં હોવાના આક્ષેપ સાથે શીતલબેન માલીવાડે જણાવ્યું છે કે,મામલતદાર ફતેપુરા દ્વારા નિમણૂક બાબતના રિપોર્ટ નહિ આપી હાજર કરવા માટે રૂપિયા એક લાખની માંગણી કરી હોવાની તેમજ લેતી દેતી ની રકમ પૈકી રૂપિયા ૧૫૦૦૦ પુરા મધ્યાહન ભોજન સંચાલક મંડળ ફતેપુરા તાલુકાના પ્રમુખ દ્વારા મામલતદાર કચેરીના કેમ્પસમાં રોકડ સ્વીકારેલ હોવા બાબતે તથા બાકીની રકમ બે દિવસ પછી આપવાનો વાયદો કરેલ હોવા બાબતે વિડીયો વાયરલ થયેલ હોઈ તાલુકામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.આમ મારગાળા ના નાની પચોર વર્ગ પ્રાથમિક શાળામાં ચાર્જ નહીં સોંપવા અને લાંચ માંગવા સંબંધે અગ્ર સચિવ મહેસુલ વિભાગ ગુજરાત રાજ્ય,ગાંધીનગર તથા દાહોદ જિલ્લા કલેકટરને રજૂઆત કરી ફતેપુરા મામલતદાર તથા તેમના વતી ફતેપુરા તાલુકા મધ્યાન ભોજન સંચાલક મંડળના પ્રમુખની વિરુદ્ધમાં લાંચરૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!