Wednesday, 11/12/2024
Dark Mode

ગાંજાનો જથ્થો ઝડપાયો;* લીમડી ગામેથી ગાંજના જથ્થા સાથે આરોપીને મહીસાગર એસ ઓ જી ટીમે ઝડપી પાડ્યો

September 1, 2023
        247
ગાંજાનો જથ્થો ઝડપાયો;* લીમડી ગામેથી ગાંજના જથ્થા સાથે આરોપીને મહીસાગર એસ ઓ જી ટીમે ઝડપી પાડ્યો

ગાંજાનો જથ્થો ઝડપાયો;* લીમડી ગામેથી ગાંજના જથ્થા સાથે આરોપીને મહીસાગર એસ ઓ જી ટીમે ઝડપી પાડ્યો

સંતરામપુર તા.૧

મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, SOG પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ લીમડી ગામ કે જ્યાં એક ઇસમ પોતાના ઘરે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખી તેનું વેચાણ કરે છે તેવી બાતમી SOG ને મળી હતી જે બાદ પોલીસે રેઇડ કરી સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

મહીસાગર એસ.ઓ.જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો દ્વારા સંતરામપુર તાલુકાના લીમડી ગામે બાતમી આધારે પારસિંગ મનસુખભાઈ બામણીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા સૂકો વનસ્પતિજન્ય માદક પદાર્થ 858 ગ્રામ ગાંજો મળી આવ્યો છે જેની કિંમત રૂપિયા/- 8580 જે મુદ્દામાલ સાથે આરોપી પારસિંગને ઝડપી પાડી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ મહીસાગર એસ.ઓ.જી પોલીસને ગાંજના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!