Wednesday, 11/12/2024
Dark Mode

મહિસાગર જિલ્લા સબ જેલના કેદીઓને શ્રી સહજાનંદ કૉલેજની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

August 30, 2023
        771
મહિસાગર જિલ્લા સબ જેલના કેદીઓને શ્રી સહજાનંદ કૉલેજની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

મહિસાગર જિલ્લા સબ જેલના કેદીઓને શ્રી સહજાનંદ કૉલેજની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

 સંતરામપુર સબ જેલમાં કાચા કામના બંધ ૯૪ આરોપીઓને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી શુભકામના પાઠવી રાખડી બાંધવામાં આવી.. સુખસર,તા.૩૦

  મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર માં ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે સાથે મનુષ્યના સર્વાંગી વ્યકિતત્વ, બૌધ્ધિક, શારીરિક, ભાવનાત્મક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થાય તેવા દ્રઢ સંકલ્પ સાથે સ્થાપિત શ્રી સહજાનંદ કૉલેજ દ્વારા ભાઈ બહેનના પ્રેમના પવિત્ર રક્ષાબંધન પર્વ ને એક અનોખી અને અનેરી રીતે ઉજવવામાં આવ્યો હતો.

        કૉલેજની વિદ્યાર્થીનીઓએ મહીસાગર જીલ્લાની સબજેલ સંતરામપુરમાં બંધ કાચા કામના લગભગ ૯૪ આરોપી ભાઈઓને કુમકુમ તિલક કરી, મો મીઠું કરી કલાઈએ રાખડી બાંધી હતી. રક્ષા બાંધતી વખતે વિદ્યાર્થીનીઓએ પણ તેમની પાસે પ્રતિજ્ઞા સ્વરૂપમાં માંગણી કરેલ હતી કે,હવે પછી સત્કર્મો કરી સમાજ તેમજ રાષ્ટ્ર જીવનને કલંક ન પહોંચે તેવું કાર્ય કરીશ.વધુમાં વિદ્યાર્થીનીઓએ પણ આરોપી ભાઈઓનું હૃદય પરિવર્તન થાય,સારી જિંદગી જીવે તથા જલ્દી છૂટીને તેમના પરિવાર સાથે મિલન થાય અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ તબક્કે કોલેજના આચાર્ય ડૉ. સંજય પારગી,પ્રો.વિક્રમ રજાત તેમજ પ્રો.નિમિશ કટારા ઉપસ્થિત રહીને આ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં મહીસાગર જિલ્લા સબજેલ સંતરામપુરના તમામ કર્મચારીઓની નિયમબધ્ધની કાર્યપ્રણાલી અને વ્યવસ્થાની પ્રશંસા કરી તેમજ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!