બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા તથા ભિતોડી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરતા શાળા પરિવાર સહિત ગ્રામજનો
કાળીયા પ્રાથમિક શાળામાં શાળાની બાલિકાઓ દ્વારા શાળાના બાળકો જ્યારે શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષકોને રાખડી બાંધવામાં આવી.
ભિતોડી પ્રાથમિક શાળામાં શાળા પરિવાર સહિત ગ્રામજનો દ્વારા એકબીજાને રાખડી બાંધી ઉત્સાહભેર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળા તથા ભિતોડી પ્રાથમિક શાળામાં આજરોજ ઉત્સાહભેર રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કાળિયા પ્રાથમિક શાળામાં શાળામાં ભણતી બાલિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને તથા શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ શિક્ષકોને રાખડી બાંધી એકબીજાની રક્ષા કરવા માટે આશીર્વાદ આપી રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો
ફતેપુરા તાલુકાની કાળીયા તથા ભિતોડી પ્રાથમિક શાળામાં તારીખ 29/8/2023 મંગળવાર ના રોજ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો,શાળા પરિવાર અને સાથે-સાથે ગામમાંથી વડીલો,યુવાનો,માતાઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સૌ પ્રથમ ગામના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઢોલના તાલે ગામની તલવાર ટીમ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવા આવ્યો હતો.ત્યારબાદ શાળા પરિવાર દ્વારા રક્ષાબંધન તહેવાર કેમ ઉજવવામાં આવે છે?ક્યારથી ઉજવવામાં આવે છે?તેનું સામાજિક અને ધાર્મિક શું મહત્વ છે?તથા શાળાના આચાર્ય તેમજ મુકેશભાઈ પિઠાયા દ્વારા રક્ષાબંધન વિશે વિશેષમહત્વ સમજાવ્યું હતું.જેમાં રક્ષાબંધનનો અર્થ એકબીજાને રક્ષા સૂત્ર બંધાવવા નો છે,અને એકબીજાને મુશ્કેલીના સમયમાં મદદરૂપ કરવાની પરંપરા છે,જેની સમજ આપી સાથે હતી.
રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેનની રક્ષા કરવા પૂરતું સીમિત ન રાખતા તમામને સમજાવવામાં આવ્યું કે,ઉપસ્થિત તમામ એકબીજાને રાખડી બાંધી અને રક્ષા કરવાની છે.જો સમાજને આગળ લઈ જવો હોય આ ગામનુ રક્ષણ કરવું હોય તો તમામે એકબીજા અને મદદ કરવી પડશે.જેમાં ભાઈ-ભાઈ,કાકા-ભત્રીજા,સાસુ-વહુ, બાપ-દીકરો,પતિ-પત્ની તમામ એકબીજાને રક્ષાબંધન બાંધી અને એકબીજાને રક્ષણ કરવાનો સંકલ્પ લીધો હતો. કારણકે આપણી વચ્ચે અવારનવાર,વારંવાર ઝઘડા થતા હોય છે.અને આ રીતે એકબીજાના રક્ષણ સૂત્રમાં બધાયને એકબીજાની રક્ષા કરી ફળિયાને,કુટુંબની શાળાને,ગામની, તાલુકા-જિલ્લાની,રાજ્ય-દેશ અને રાષ્ટ્રની રક્ષા કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.એકબીજાને રક્ષા બાંધતી વખતે કેટલાય લોકો ભાવુક બન્યા હતા.ત્યાર બાદ છેલ્લે ગામમાંથી ઉપસ્થિત આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરતી ભિતોડી તલવાર ટીમ અને સાથે તમામ લોકો ઢોલના તાલે પોતાનુ નૃત્ય રજૂ કરી ઉલ્લાસ અને ઉમંગની સાથે રક્ષાબંધનના તહેવારને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.