
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં…
સંજેલીમાં આરોગ્ય વિભાગની 27 ટીમોંએ સર્વે કામગીરી હાથ ધરી….
આરોગ્યની ટીમોએ 889 ઘરનો સર્વે 4289 વસ્તી તપાસતા 9 જેટલા તાવના કેશો મળ્યા.
9 જેટલા તાવના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ સારવાર કરવામાં આવી.
ટીબી.પી.એમ.જે.વાય આભા આઇ ડી વિસે આરોગ્ય જન જાગૃતિ કરવા મા આવી અને તે વિશે માહિતી અપાઈ.
સંજેલી તા.25
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.ત્યારે મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત તેમજ જિલ્લા મલેરીયા અધિકારી અતિત ડામોર તેમજ D.S.I આમલીયરના માર્ગદર્શન હેઠળ સંજેલી નગરમાં પખવાડીક મલેરિયા ડેન્ગ્યુ એન્ટીલારવલ કામગીરી કરવામાં આવી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બી.કે સીંગ સાહેબ સરોરી મેડિકલ તાલુકા શ્રી તેમજ તાલુકાહેલ્થ સુપરવાઇઝર રાજુભાઇ ડામોર દ્વારા અલગ અલગ 27 ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વે કરી કુલ 889 ઘરોમાં 4289 વસ્તી જેમાં 2529 પાત્રોની તપાસ કરતા 103 પોઝિટિવ 537 નો નાશ કરાયો હતો જેમાં 9 જેટલાં કેસો તાવના મળી આવતા સ્થળ પર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી સાથે સાથે ટીબી. પી.એમ.જે વાય આભા કાર્ડ વિશે પણ જનજાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..