સંતરામપુર તાલુકાના ગરાડીયા ગામે પેટ્રોલ પંપની પાછળ જુગાર રમતા પાંચ જુગારીયાઓને પોલીસે ઝડપી પડ્યા…
સંતરામપુર તા.25
સંતરામપુર તાલુકાના ગરાડીયા ગામે પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં પોલીસે બાતમીની આધારે રેડ કરીને ખુલ્લામાં કુંડાળો કરી પાના પત્તા નું જુગાર રમતા હતા. તે સમયે પોલીસે સ્થળ પર પહોંચીને પાંચ જુગારીયાઓને દબોચી લેતા પાંચની અટકાયત કરવામાં આવી હતી.પાંચ જુગારીયાઓને ઝડપી પાડતા અન્ય જુગારીયાઓમાં જોવા મળી આવેલો હતો. પોલીસે આ જુગારીઓ પાસેથી ફોન રોકડા રકમ બે મોટરસાયકલ અને 74,170 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો.આ પાંચ જણા ઘરેણા ગામના રહેવાનું જણાવેલું હતું. સંજયભાઈ શંકરભાઈ વાલો ગરાડીયા ગોરધનભાઈ હરીશભાઈ રાવળ ગરાડીયા મુકેશભાઈ રાવજીભાઈ ખોટ છગનભાઈ ભીખાભાઈ ડામોર ગરાડીયા રામુભાઇ હીરાભાઈ ડામોર ગરાડીયા આ પાંચ જણા સામે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી સંતરામપુર ના પીઆઇ કે કે ડીંડોર સ્ટાફ સાથે રેડ કરીને સફળતા મળી હતી.