સંતરામપુર તાલુકાના ખેડાપા ગામની ઘટના…પોતાનું પાપ છુપાવવા માટે અજાણી મહિલા તાજુ જન્મેલો બાળક ત્યજી ફરાર..
સંતરામપુર તા.21
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે નાકાજ પાસે રોડ ઉપર કપડાની અંદર લપેટેલું તાજું જન્મેલું બાળક રોડ ઉપર મૂકી જતા હાહાકાર મચી ગયો કોઈ જાગૃત માણસ આ બાળકને ખાડો ખોદીને દફનવિધિ કરી પરંતુ પોલીસને જાણ કરીને પોલીસ ખેડાપા ગામે ઘટના સ્થળે પહોંચીને આ બાળકને ફરીથી દફન આવેલા બહાર કાઢી સંતરામપુર પીએમ માટે ખસેડવામાં આવ્યો પરંતુ તાજેતરની બનેલી ઘટના અને બિલકુલ તાજેતરમાં જન્મેલું બાળક કોઈ અજાણ્યા મહિલા પોતાનો પાપ છુપાવવા માટે આવી કૃત્ય કરેલું જોવા મળી આવેલું છે ખરેખર આવી ઘટના બનતા પોલીસે આ અંગે તપાસ નો દોર પણ શરૂ કરી દીધો છે આવા અંતર્યા વિસ્તારમાં કોણ મૂકી જાય તે ખરેખર પોલીસે શોધખોળ અને તપાસ હાથ ધરી જ્યાં 24 કલાક વાહનોની સૌથી વધારે અવર જવા રહેતી હોવા છતાં આવા રોડ ઉપર જ તાજુદ જન્મેલું બાળક રોડ ઉપરથી મળી આવેલું હતું. આવી ઘટના બનતા જ ગામના લોકો ચારે બાજુથી ટોળાને ટોળા ભેગા થઈ ગયા પોલીસને પણ જાણ કરવામાં આવેલી હતી આ બાળક મરણ પામેલું છે કે તેની હત્યા કરી છે પોલીસ તેની એફએસએલમાં સેમ્પલ મોકલીને તપાસ હાથ ધરી છે હાલ સંતરામપુર પોલીસે જાણવા જોગ દાખલ કરી વર્ષ દરમિયાન માં સંતરામપુર તાલુકામાં નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધાર પડતી ઘટનાઓ બનતી જોવા મળી આવતી હોય છે આવી કરુણ અને કૃત્ય ઘટના અવારનવાર બનતી બને ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા આવે તો આવા માસુમ બાળકોની હત્યાને ભોગ બનતી અટકી શકે છે.