ઈલિયાશ શેખ સંતરામપુર
સંતરામપુરના ઝલદેડા ગામે નળ સે જળ યોજના અંતર્ગત કનેક્શન વગર શોભાના ગાંઠિયા સમાન દેખાતો પાણીનો ટાંકો…
સંતરામપુર તાલુકાની ઝલદેડા ગામે નલ સેજલ યોજના કનેક્શન વગરનો જોવા મળી પાણીનો ટાંકો બનાવ્યો કનેક્શન ગાયબ છે.
સંતરામપુર તા.૧૯
ગુજરાત સરકાર દ્વારા વાસ્મોની ઘરે-ઘરે નળ સે જલ યોજના બહાર પાડીને ઘર આંગણે પાણી મળી રહે તેના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલી હતી.પરંતુ યોજના ધડ માથા વગરની જોવા મળી આવી પાણીના ટાંકા બનાવીને શોભા ની ગાંઠિયા જેમ ઊભા તો કરી દીધા પરંતુ જલ્દીડા ગામના 50 જેટલા પરિવારોને આજ દિન સુધી પાણીનું કનેક્શન આપવામાં જ આવેલું નથી જેના કારણે હજુ પણ ગામના લોકો ટાંકા ઉપર ચડીને જીવના જોખમે દોરડા વડે પાણી શાખામાંથી કાઢીને ભરવા મજબૂર બન્યા છેલ્લા બે વર્ષથી આવી પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગતના કારણે અને તેમની બેદરકારી જોવા મળી આવેલી છે સત્યને હકીકત એ જ છે કે ટાંકા બનાવ્યા પછી આજે સુધી કોન્ટ્રાક્ટરો ગામની અંદર ફરકે જ નથી ગામના લોકો ઘરે-ઘરે પાણી મરી રહે તેવી આશાઓ બાંધી આપેલી હતી આશાઓ તેમની પાણી ફેરવી દીધો ખરેખર વાસમોની યોજનાઓ મહીસાગર જિલ્લામાં અને સંતરામપુર તાલુકામાં સૌથી વધારે ભ્રષ્ટાચારો જોવાઈ રહેલા છે કરોડ રૂપિયાની યોજના અને સરકારે કરોડ રૂપિયા રકમ ફાળવીને યોજના તો બનાવી પરંતુ લોકો સુધી પાણી તો પહોંચ્યું જ નહીં છેલ્લા એક વર્ષથી આ પાણીનો ટાંકો બનાવ્યો પરંતુ કોઈને કનેક્શન જ નથી આપેલા જેના કારણે આજે ગામના લોકો વડીલો બાળકો પીવા માટે પાણી અને પશુઓને પીવડાવવા માટે પાણી ટાંકા ઉપર ચડી જીવના જોખમે દોરડા વડે પાણી બહાર કાઢતા જોવા મળી આવેલા છે વાસમોની યોજનામાં કોન્ટ્રાક્ટર ગુણવત્તા કામગીરી કરી અને બેફામ સરકારના નાણાંનો દૂર ઉપયોગ કરીને મોટાભાગની યોજનાઓ ચોપડે બતાવી દીધેલી છે ગ્રાઉન્ડ લેવલના સ્થળ ઉપર જોવા જાય મોટાભાગના લોકોને હજુ પણ આ યોજનાનો કોને લાભદ નથી મળ્યો હવે ખરેખર તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર કેટલી કામગીરી કરી છે અને સરકારમાંથી કેટલા રકમ ઉપાડે છે હવે ખરેખર એ તપાસનો વિષય બન્યો છે પણ આવા અંતરિય વિસ્તારમાં સંતરામપુર તાલુકાના મહીસાગર જિલ્લામાં વાસમોની યોજનાના નામ પર નલસે જલમાં ભ્રષ્ટાચાર જોવા મળી આવેલો છે અધિકારીઓ નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સરકારની મતદાર રકમની અજગરની જેમ ગળી ગયા છે પણ ગામના ગામડામાં લોકોને પાણી મારે તેની યોજનાના નામ ઉપર કરોડ રૂપિયા છવાઈ ગયા છે હવે ખરેખર સરકારના નાણાં ચાવો કરી ગયેલા કોન્ટ્રાક્ટરો રિકવરી કેટલી કરશે અને કેટલો સ્થળ ઉપર કામ છે તે હવે ખરેખર તપાસનો વિષય બન્યો છે અને વિજિલન્સ દ્વારા ઊંડાણપૂર્વક સત્ય હકીકત બહાર લાવી તે હવે જરૂરી છે.