રાહુલ ગારી ગરબાડા
ગરબાડાનાં ઝરીબુઝર્ગ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ શહીદોને વંદન કાર્યક્રમ યોજાયો.
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા સુમિત્રાબેનની શહિદી ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગરબાડા તા. ૧૯
સમગ્ર દેશભરમાં મારી માટી મારો દેશ માટીને નમન વિરોને વંદન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે આજે ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ માં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝરી બુઝર્ગ ગામના શહીદ સુમિત્રાબેન ગાવજીભાઈ ડામોર જે વર્ષ 2012માં ઝાલોદ ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્ત હતા ત્યાંથી પરત ફરતી વેળાએ સુરક્ષા જવાનોની વાન કુવામાં ખાબકતા વાનમાં સવાર 11 જેટલા જવાનોના મૃત્યુ થયા હતા જેમાં શહીદ સુમિત્રાબેન નો પણ સમાવેશ થતો હતો આજે દેશભરમાં શહીદોને વંદન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાની પોલીસ પણ આવા શહીદ જવાનોને યાદ કરીને કાર્યક્રમ યોજી રહી છે જેમાં આજે ગરબાડા પોલીસ દ્વારા ઝરીબુઝર્ગ ગામ ગરગાડી પ્રાથમિક શાળામાં શહીદ વંદના નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગરબાડા પોલીસના જવાનો દ્વારા સુમિત્રાબેનની ગાવજીભાઈ ડામોર ની શહીદી યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ શહીદ સુમિત્રાબેનના પતિ દિનેશભાઈ ગણાવા સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.