R&B વિભાગ દ્વારા ત્રણ માસ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તો ખખડધજ બન્યો..
સંતરામપુર-સાંગાવાડા નવીન બનાવેલો રોડ ચોમાસાના પહેલા જ વરસાદમાં ધોવાયો…
સંતરામપુર તા.૧૭
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સારા અને ગુણાવત્તા યુક્ત રસ્તાઓની સુવિધા મળી રહે તેના હેતુથી મોટી રકમ ફાળવતા હોય છે પરંતુ સ્ટેટ વિભાગ દ્વારા ત્રણ મહિના અગાઉ જ સંતરામપુર થી સાંગાવાડા સુધીનો રસ્તાની કામગીરી પૂર્ણ કરી પછી એક જ મહિનાના સમયગાળામાં પ્રથમ વરસાદ પ્રતાપ પુરા વળાંક વિસ્તારમાં રોડ બેસી જ ગયો હલકી અને ગુણવત્તા વગરની કામગીરીમાં વેઠ ઉતારેલી જોવા મળી આવેલી છે. છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકોને નાગરિકો ભંગાર અને ખખડધજ રસ્તાના અભાવે તકલીફો વેઠી રહ્યા હતા.જ્યારે નવો રોડ બનાવ્યો ત્યારે હજુ રોડની કામગીરી તો એક જ મહિનો થયો છે તે પહેલા જ રોડ બેસી ગયેલો અને ખાડા પડી ગયેલા જોવા મળી આવેલા છે નાગરિકોમાં ને વાહન ચાલકોમાં આવી ગુણવત્તા વગરની કામગીરી અને હલકી કક્ષાનો મટર ઉપયોગ કર્યો તેવું વાયુવેગ પકડ્યો છે. અને પુરાણના અભાવે અને એલાઈમેન્ટ ના હોવાના કારણે કામગીરીમાં પટ અને ચોખ્ખું જોવાયેલું છે કે એક જ મહિનાની અંદર જો રોડ બેસી ગયેલ જોવા મળી આવેલો છે નવો જ રોડ બેસી જાવ અને ખાડા પડી જવાના કારણે તેના ઉપર કાંકરો પૂરી દેવામાં આવેલો છે તે જોવા મળી આવેલું છે આવી ગુણવત્તા વગરની કામગીરીમાં ખરેખર કોન્ટ્રાક્ટર સામે અને તંત્ર સામે તપાસનો વિષય બન્યો છે