ઈલિયાશ શેખ સંતરામપુર
સંતરામપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સહિત જિલ્લા પ્રમુખ પણ તિરંગા યાત્રામાં જોડાયા..
સંતરામપુર તા. ૧૪
સંતરામપુર નગરમાં સવારથી પોલીસ વિભાગ દ્વારા એસ.પી એસ સ્કૂલના મેદાનમાંથી રેલીની શરૂઆત કરી હતી. જેમાં સંતરામપુર આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થી સંતરામપુરના તમામ હાઇસ્કુલ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું આ તિરંગા યાત્રામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ડીંડોર પ્રતાપુરામાં 31 મીટર ઊંચો ધ્વજ વંદન ફરકાવ્યો કોલેજ રોડથી બજાર ગોધરા ભાગોળ વિવિધ માર્ગો માં ફરીને વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગ સંતરામપુર પીઆઇ કે ડીંડોર પોલીસ સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી સત્યમ ભરવાડ મામલતદાર ધવલ ભાઇ સંગાડા નગરપાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા સંયુક્ત સરકારી તંત્ર નગરજનો કાર્યકર્તાઓ અને લઘુમતી સમાજના અગ્રણી અને પંચના પ્રમુખ ભાઈ ભૂરા મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં રેલીમાં જોડાયા અને ધામધૂમથી તિરંગા યાત્રાનું યોજીને રેલી કાઢવામાં આવી હતી અને પ્રતાપુરા વિસ્તારમાં પ્રસ્થાન કરાયું હતું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર આખા કાર્યક્રમમાં જોડે રહ્યા હતા મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથસિંહ બારીયા મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા..