સંતરામપુર પ્રતાપુરા ખાતે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા અનાવરણ સંપન્ન
સંતરામપુર તા.14
હિંદુ સનાતન ધર્મની આનબાન અને શાન સમા ભારત માતાના વીર પરાક્રમી સપૂત મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા અનાવરણ વિધિ આજે સંતરામપુર પ્રતાપુરા ખાતે સંપન્ન થઈ હતી, આદિવાસી અગ્રણી અને ગુજરાત સરકારના આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિન મંત્રી તેમના સંગઠનના અગ્રણીઓ તેમજ હિન્દુ સંગઠનો, મહાકાલ સેના તેમજ ક્ષત્રિય આગેવાનો રાજા-મહારાજાઓ તેમજ આમ લોકો ઐતિહાસિક શણના સાક્ષી બન્યા હતા.
ક્ષત્રિય વીર યોદ્ધા મહારાણા પ્રતાપ તેમના સેનાપતિ રાણા પૂજા ભીલ અને 400 જેટલા તીર કામટા સાથેના ભીલ સૈનિકો 3000 જેટલાં ઘોડે સવારો અને અન્ય સમાજના 10,000 સૈનિકો એ ખબે ખભો મિલવીને અકબરની મોગલ સેના સામે હલ્દીઘાટીના યુદ્ધમાં મરણીયા બનીને મહારાણા પ્રતાપ ના નેતૃત્વમાં ગોકુડા ની પહાડીઓમાં માભોમ અને રાષ્ટ્ર માટે યુદ્ધ લડ્યા હતા કોઈપણ જાતની સુલે સંધિ કરી ન હતી હિન્દુ સંસ્કૃતિને બચાવી હતી ક્ષત્રિયો અને આદીવાસીઓનો નાતો રામાયણ કાળ થી પણ પુરાણો રહ્યો છે, વીર યોદ્ધા મહારાણા પ્રતાપ ની પ્રતિમાનું સંતરામપુર પ્રતાપુરા ખાતે અનાવરણ વિધિ કરતાં મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે ખુશી વ્યક્ત કરી હતી .