Tuesday, 26/10/2021
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાકાળમાં ગરીબોની જઠરાગ્ની તૃપ્ત કરવા રાજ્ય સરકારનો મહાયજ્ઞ…કોરોનાની પ્રથમ લહેરમાં લાગલગાટ આઠ મહિના સરકારે દાહોદના અઢી લાખથી વધુ ગરીબ પરિવારોને ૧.૪૧ અબજથી વધુનું અનાજ નિ:શુલ્ક પહોંચાડ્યું

August 2, 2021
        994
દાહોદ જિલ્લામાં કોરોનાકાળમાં ગરીબોની જઠરાગ્ની તૃપ્ત કરવા રાજ્ય સરકારનો મહાયજ્ઞ…કોરોનાની પ્રથમ લહેરમાં લાગલગાટ આઠ મહિના સરકારે દાહોદના અઢી લાખથી વધુ ગરીબ પરિવારોને ૧.૪૧ અબજથી વધુનું અનાજ નિ:શુલ્ક પહોંચાડ્યું

દાહોદ જિલ્લામાં કોરોનાકાળમાં ગરીબોની જઠરાગ્ની તૃપ્ત કરવા રાજ્ય સરકારનો મહાયજ્ઞ

કોરોનાની પ્રથમ લહેરમાં લાગલગાટ આઠ મહિના સરકારે દાહોદના અઢી લાખથી વધુ ગરીબ પરિવારોને ૧.૪૧ અબજથી વધુનું અનાજ નિ:શુલ્ક પહોંચાડ્યું

બીજી લહેરમાં ત્રણ મહિના દાહોદનાં ૨.૬૪ લાખ ગરીબ પરિવારોને ૪૧.૬૦ કરોડનું અનાજ વિનામૂલ્યે મળ્યું

કોરોનાકાળમાં સરકારે દાહોદના લાખો ગરીબ આદિવાસી પરિવારો સુધી કરોડોની કિંમતનું અનાજ નિ:શુલ્ક આપીને પડખે ઊભી રહી

 

 

દાહોદ તા.02

દાહોદના ખરોડ ગામના ચતુરીબેન નીનામા માટે કોરોનાના વસમા સમયમાં પણ રાજય સરકારના કારણે મોટી ચિંતાનું કોઇ કારણ નહોતું. કારણ કે રાજય સરકાર દ્વારા બંને લહેરમાં તેમને ઘઉં-ચોખા-દાળ સહિતનું કરિયાણું નિશુલ્ક અપાયું હતું. લોકડાઉનના આકરા સમયમાં પણ તેઓ નિશ્ચિંત હતા કારણ કે રાજ્ય સરકાર તેમને પડખે હતી.

દાહોદનાં રેટીયા ગામના મનુભાઇ બીલવાળ માટે કોરોના સમયે રોજગાર ધંધામાં સહિતના દરેક ક્ષેત્રે મંદીને કારણે મોટી ચિંતામાં મૂકાયા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બંને લહેરમાં વિનામૂલ્યે અનાજ વિતરણના કારણે તેમની ચિંતા દૂર થઇ ગઇ. તેઓ રાજ્ય સરકારનો આવા આફતના સમયમાં મદદે આવવા બદલ ખૂબ ખૂબ આભાર માને છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે તા. ૩ ઓગસ્ટના અન્નોત્સવ અંતર્ગત રાજયના ૪.૨૫ લાખ ગરીબ પરિવારોને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજની કીટ આપવામાં આવી રહી છે ત્યારે, દાહોદ જિલ્લામાં કોરોનાની બન્ને લહેરમાં લાખો ગરીબ આદિવાસી પરિવારોને નિ:શુલ્ક રાશન પહોંચતા કરવાની ઉદાહરણરૂપ કામગીરી રાજય સરકારે સુપેરે નિભાવી હતી તે વાત યાદ કરવા જેવી છે. 

કોરોનાની પ્રથમ લહેરમાં જયારે લોકડાઉનના કારણે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ હતા ત્યારે રાજય સરકારે એપ્રીલ થી નવેમ્બર ૨૦૨૦ એટલે કે આઠ મહિના સુધી એનએફએસએ કાર્ડ ધરાવતા દાહોદ જિલ્લાના ૨,૫૪,૮૫૦ પરિવારોને ઘઉં-ચોખા સહિતનું અનાજ જેની બજાર કિંમત રૂ. ૧.૪૧ અબજથી વધુ થાય છે વિનામૂલ્યે આપીને મોટી રાહત કરી હતી. જેમાં ઘઉં ૪૪,૯૨૮.૮૧ મેટ્રીક ટન આપવામાં આવ્યાં હતાં. જયારે ચોખા ૧૬૯૪૧.૦૧ મેટ્રીક ટન તેમજ ચણાદાળ ૧૮૪૪.૭૪ મેટ્રીક ટન આપયા હતા. 

કોરોનાની બીજી લહેરમાં દાહોદ જિલ્લાના ફૂડ સિક્યુરિટિ કાર્ડધારક પરિવારોને નિ:શુલ્ક અનાજ વહેચીને રાજય સરકારે ખૂબ રાહતરૂપ કામ કર્યું હતું. રાજય સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મે થી જુલાઇ ૨૦૨૧ દરમિયાનના ત્રણ મહિના લાખો ગરીબ પરિવારોને ઘરેબેઠા જ નિ:શુલ્ક અનાજ પુરૂ પાડ્યું હતું. બીજી લહેરમાં દાહોદના તમામ તાલુકાઓના નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળના કાર્ડ અંતર્ગત ૨,૬૪,૪૩૫ પરિવારોને ઘઉં, ચોખા સહિતનું અનાજ નિ:શુલ્ક આપવામાં આવ્યું હતું. આ અનાજની બજાર કિંમત જોઇએ તો રૂ. ૪૧.૬૦ કરોડથી વધુની થાય છે. આ પરિવારોને કુલ ૧૩,૫૫૬.૬૦ મેટ્રીક ટન ઘઉં, ૫૭૯૮.૩૧ મેટ્રીક ટન ચોખા આપવામાં આવ્યા હતા. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!