
રાજેન્દ્ર શર્મા/ જીગ્નેશ બારીયા દાહોદ
દાહોદ સ્માર્ટ સીટી મા ડોર ટુ ડોર સફાઈ કરતા કમઁચારીઓ ને કોન્ટ્રાક્ટર દ્વારા પરેશાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ
ડોર ટુ ડોર કચરાનુ કલેકશન કરતા કમઁચારીઓ સફાઈની ત્રણ ગાડી ઓ લઇ મદયપ્રદેશ પોતાના વતન પહોંચી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરીયાદ નોંધવા રજૂઆત
સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર બે માસ ઉપર થી પગાર ન આપી કોન્ટ્રાક્ટર દ્વારા હેરાન પરેશાન કરાતા સફાઇ કર્મીઓ ટુ ડોર કચરા ની ત્રણ ગાડીઓ લઈ વતન પહોંચ્યા
સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી ડોર ટુ ડોરની ગાડીઓ મદયપ્રદેશના થાદલા પહોંચવા છતાં અહીંના અધિકારીઓ અજાણ
બનાવ ગુજરાતના દાહોદ જીલ્લાનું હોય રજૂઆત કરવા આવેલા સફાઈ કામદારોને દાહોદ જઈ ફરીયાદ લખાવવાનું જણાવ્યું :- (ડી.વાય.એસ.પી એમ.એસ.ગવળી, ઝાબુઆ મધ્ય પ્રદેશ )
દાહોદ તા.૦૨
દાહોદ સ્માર્ટ સીટીનો ચકચારી બનાવના પડધા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આવેલ થાંદલા ગામે પડવા માંડ્યાં છે. દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શનના સફાઈ કામ કરતાં થાંદલા ગામના નિવાસી કર્મચારીઓને બે માસથી વધારે સમયનો પગાર કોન્ટ્રાક્ટરો દ્વારા ન અપાતાં અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ થાંદલાના સફાઈ કામદારોને હેરાન પરેશાન અને મારઝુડ કરતાં થાંદલાના આ સફાઈ કર્મચારીઓ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી ડોર ટુ ડોરની ગાડીઓ લઈ વતન પહોંચી જતાં આ મામલાથી ખુદ દાહોદના અધિકારીઓ અને સત્તાધિશો પણ અજાણ હોવાનું સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સફાઈ કામદારો કચરા કલેક્શનની ત્રણ વાન મધ્ય પ્રદેશ લઇ ગયા:સ્થાનિક તંત્ર અજાણ
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગતની તમામ કામગીરીઓ પુરજાેશમાં ચાલી રહી છે. સ્માર્ટ સીટી અંતર્ગત અનેક વિવિધ કામો કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવ્યાં છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત અનેક કામો કરી રહ્યાં છે ત્યારે તેમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પણ કોન્ટ્રાક્ટર હસ્તગત આપેલ છે ત્યારે દાહોદ શહેરમાં ચોંકાવનારા બનાવને પગલે દાહોદને અડીને આવેલ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા ગામે આ ઘટનાના પ્રત્યાઘાત પડતાં ખુદ આ મામલે દાહોદ સ્માર્ટ સીટીના સત્તાધિશો પણ આ મામલાથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. બનાવ એવો છે.
ઠેકેદાર દ્વારા સફાઈ કામદારોની બે માસની પગાર નું ચુકવણા ન કરી ધાક ધમકી આપી મારઝૂડ કર્યાના આક્ષેપો સાથે કામદારો સ્માર્ટ સીટી અંતર્ગત ડોર-ટુ-ડોર વાળા ત્રણ વાહનોને લઇ મધ્ય પ્રદેશ મુકામે લઇ ગયા
દાહોદ શહેરમાં ચાલતા ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં થાંદલા ગામના રહેવાસી કેટલાંક કામદારો દાહોદ મજુરી કામ અર્થે આવ્યાં હતાં અને તેઓ આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં જાેડાયાં હતાં. થાંદલા ગામના આ સફાઈ કામદારોના પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ઘણા લાંબા સમયથી તેઓ દાહોદ ખાતે આ કામની મજુરી કરી રહ્યાં હતાં ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બે મહિનાથી વધુનો પગાર પણ આપવામાં આવતો ન હતો. અનેકવાર કોન્ટ્રાક્ટરને રજુઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા થાંદલા આ સફાઈ કામદારોને વેતન ચુંકવ્યું ન હતું અને આ સફાઈ કામદારો સાથે ઉદ્ધતાઈ પુર્વકનું વર્તન તેમજ હેરાન પરેશાન સહિત મારઝુડ પણ કરતાં હોવાના ઓક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે કંટાળી ગયેલ થાંદલાના સફાઈ કામદારો દ્વારા દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી ડોર ટુ ડોરની ગાડીઓ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા મુકામે પોતાના વતન લઈ ગયાં હતાં.
મધ્યપ્રદેશના કામદારો ત્રણેય વાહનોને લઇ ઠેકેદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસ મથકે પહોંચ્યા:પોલીસે મામલો દાહોદનો હોઈ ફરિયાદ નોંધવા કર્યો ઇન્કાર
વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ થાંદલાના કામદારો દ્વારા આ મામલે ઝાબુઆ પોલીસ મથકે ફરિયાદ પણ આપવા ગયાં હતાં પરંતુ આ મામલો દાહોદનો હોવાને કારણે ફરિયાદ ત્યાં થઈ શકે તેમ ન હોવાને કારણે ઝાબુઆ પોલીસ મથકે ફરિયાદ લીધી ન હતી અને હાલ પણ દાહોદની ડોર ટુ ડોરની ગાડીઓ થાંદલા મુકામે લઇ ગયા હતા.જ્યાં પસમગ્ર મામલો ડીવાયએસપી એમ એસ ગવળી પાસે પહોંચતા તેઓએ જણાવ્યું હતું કે બનાવ ગુજરાતના દાહોદ છે. તમે દાહોદ પોલીસ પાસે જઈ ફરિયાદ લખાવવા સમજાવ્યા હતા.
મોડી સાંજે કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોના પગાર ચુકવી વાહનો છોડાવી ગયા
આ મામલે કોન્ટ્રાક્ટર દ્વારા રિતેશ શર્મા નામક વ્યક્તિ જોડે સફાઈ કામદારોના બાકી નીકળતા પગાર ચુકવી ડોર કચરા કલેકશન ત્રણેય ગાડીઓને છોડાવી પરત દાહોદ ખાતે લઇ જવા રવાના થયા હતા જોકે એ ઉદ્ભવી રહ્યો છે શું આ સમગ્ર મામલાથી દાહોદના સ્માર્ટ સીટીના અધિકારીઓ તેમજ સત્તાધિશો અજાણ હશે કે, પછી આંખ આડા કાન કરી દેવામાં આવ્યાં હશે? જે એક તપાસનો વિષય પણ બની રહેવા પામ્યો છે. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવે તો અનેક સત્ય હકીકતો બહાર આવવાની પુરૂે પુરી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.