બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના ઘાણીખુટમાં રેકડો પલટી મારતા છને ઇજા:ગંભીર ઇજાગ્રસ્ત એક મહિલાને દાહોદ ખસેડાઈ.*
અકસ્માતનો ભોગ બનેલા વાલ્મિકી સમાજના પાંચ સભ્યો એક જ પરિવારના.
ભંગારનો ધંધો કરી પરિવારનુ ગુજરાત ચલાવતા સભ્યોને રેકડા ચાલકની બેદરકારીના લીધે અકસ્માત નડ્યો.
( પ્રતિનિધિ) સુખસર,તા.14
ફતેપુરા તાલુકામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે દિન-પ્રતિદિન વાહન અકસ્માતો વધતા જાય છે.જેમાં અનેક લોકો કાળનો કોળિયો પણ બની રહ્યા છે.તેમાં વધુ એક બનાવ આજરોજ સુખસર પાસે બનવા પામેલ છે.તેમાં ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા થી સુખસર તરફ આવતા એક લોડિંગ રેકડા ચાલકે પોતાના કબજાના રેકડા માં સુખસર તરફ જતા પાંચ જેટલા મુસાફરોને બેસાડ્યા હતા.જે રેકડો ઘાણીખુટ ગામે હાઇવે માર્ગની સાઈડમાં ઊંડી ગટરમાં ખાબકતા ત્રણ બાળકો સહિત ત્રણ મહિલાઓ મળી કુલ છ જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા ગામના અમરસીગ ધનાભાઈ મછાર આજરોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં માનાવાળા બોરીદાથી પોતાના નંબર વગરના થ્રી વ્હીલર રેકડો લઈ સુખસર તરફ કોઈ કામ અર્થે આવી રહ્યો હતો. તેવા સમયે બોરીદા ગામેથી ભંગારનો ધંધો કરી સુખસર તરફ આવી રહેલા અને મૂળ હડમતના વતની એવા પાંચ જેટલા વાલ્મિકી સમાજના લોકોને પોતાના કબજાના રેકડામાં મુસાફર તરીકે બેસાડ્યા હતા.ત્યારબાદ આ રેકડો ઝાલોદ-સંતરામપુર હાઇવે માર્ગ ઉપર ઘાણીખુટ ગામેથી પસાર થઈ રહ્યો હતો.તેવા સમયે આ રેકડા ચાલકે પોતાના કબજાના રેકડા ઉપરથી કાબુ ગુમાવતા રેકડામાં બેઠેલા મુસાફરો સાથે માર્ગની સાઈડમાં આવેલ ઊંડી ગટરમાં આ રેકડો ખાબક્યો હતો.જેમા ત્રણ બાળકો તથા ત્રણ મહિલાઓ મળી કુલ છ જેટલા લોકોને ઈજા પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.ઈજાગ્રસ્ત ત્રણ બાળકો સહિત બે મહિલાઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમજ વધુ ઇજાગ્રસ્તોને અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
*રેકડા અકસ્માતમાં ઇજા પામેલા ઇજાગ્રસ્તો આ મુજબ છે.* (૧)આરતીબેન ગોપાલભાઈ હરીજન(ઉ.વ.૧૨),(૨) શોભનાબેન ગોપાલભાઈ હરિજન (ઉ.વ.૩૨),(૩)સાભલીબેન શનાભાઇ હરિજન (ઉ.વ.૪૫),((૪) બોડીબેન ગોપાલભાઈ હરિજન,(ઉ.વ.૦૭),(૫) શિવરામભાઈ ગોપાલભાઈ હરિજન (ઉ.વ.૦૪) તમામ રહે.હડમત,તા.ફતેપુરા ના ઓને માથામાં,હાથે,પગે તથા શરીરે નાની- મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.જ્યારે કાળીયા ગામની એક મછાર પરિવારની મહિલાને વધુ ઇજાઓ પહોંચતા દાહોદ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.