બાબુ સોલંકી સુખસર
*ઝાલોદ થી વાયા ગરાડુ,કાળીયા સુખસર થઈ સંતરામપુર જતી એસ.ટી બસ સેવા શરૂ કરવા મુસાફર જનતાની માંગ.*
ઝાલોદ થી ગરાડુ કાળિયા થઈ સુખસર જતા માર્ગ ઉપર અગાઉ ચાલતી એસ.ટી બસો રસ્તાની બીસ્માર હાલતના કારણે બંધ કરવામાં આવી હતી.
હાલ ગરાડુથી કાળીયા થઈ સુખસર જતો દ્વિમાર્ગીય માર્ગ બની ચૂક્યો છે પરંતુ એસ.ટી બસોની સુવિધા નો અભાવ છે.
ઝાલોદ થી સંતરામપુર તરફ જતી લાંબા રૂટની એક્સપ્રેસ એસ.ટી બસો પૈકી કેટલીક બસોને વાયા ગરાડુ સુખસર કરવા માંગ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.12
ફતેપુરા તાલુકાના સુખસર પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાકા ડામર રોડ આવેલા છે.પરંતુ આ રસ્તાઓ ઉપર એસ.ટી બસો આલોપ થતા ખાનગી વાહનનોએ વર્ષોથી સામ્રાજ્ય સ્થાપી દીધેલ છે.જેમાં ગરાડુ થી કાળીયા થઈ સુખસર જતા માર્ગ ઉપર આગાઉ દિવસની ચાર એસ.ટી બસો ચાલતી હતી.પરંતુ રસ્તાના અભાવે આ ટ્રીપો બંધ કરવામાં આવી હતી.જ્યારે હાલમાં આ માર્ગની નવીનીકરણ કામગીરી થતાં દ્વિમાર્ગીય માર્ગ બનાવવામાં આવ્યો છે.ત્યારે આ રસ્તા ઉપર ઝાલોદ થી સંતરામપુર તરફ જતી એસ.ટી બસો શરૂ કરવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના ગરાડુ થી ઘાટાવાડા,કાળીયા, માનાવાળા બોરીદા,નાના-મોટા બોરીદા,
ઘાણીખુટ થઈ સુખસર થઈ સંતરામપુર જતી એસ.ટી બસો ચાલુ હતી.પરંતુ ઉબડખાબડ રસ્તા તથા રસ્તાની સાઈડમાં ફૂટી નીકળેલા ઝાડી-ઝાંખરા ઓના લીધે એસ.ટી બસો બંધ કરવામાં આવી હતી.જ્યારે હાલ ગરાડુથી કાળીયા,માનાવાળાબોરીદા, નાના-મોટા બોરીદા,ઘાણીખુટ થઈ સુખસર જતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવેલ છે. ત્યારે અગાઉ જે એસ.ટી બસોની ટ્રીપો ફાળવવામાં આવેલ હતી તે ચાલુ કરવામાં આવે તો આ ગ્રામ્ય વિસ્તારની મુસાફર જનતા સહીત એસ.ટી નિગમને ફાયદો થઇ શકે તેમ છે.
અહીંયા ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝાલોદ થી ગરાડુ,કાળિયા થઈ સુખસર જતી સવારની એસ.ટી બસ 7:15 કલાક,સવારના 10:30 કલાક, બપોરના 12:00 કલાક,સાંજના 4:00 કલાક જ્યારે સંતરામપુર થી ઝાલોદ તરફ જવા બપોરના 12:00 કલાક, સાંજના 4:00 કલાક તથા સાંજના 6:00 વાગ્યાના સમયની એસ.ટી બસો ચાલુ હતી.પરંતુ રસ્તાની હાલતના કારણે આ ટ્રિપો બંધ કરવામાં આવી હતી.
અહીંયા જણાવવું જરૂરી છે કે, હાલમાં આ રસ્તાને મારામત કામગીરી કરી દ્વીમાર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો તેમજ આ રસ્તો રાજસ્થાનના બાસવાડા કુશલગઢને જોડતો શોર્ટકટ રસ્તો છે.બીજી બાજુ જોઈએ તો ગરાડુ,માતા ફળિયા,મોટી ઢઢેલી, કાળીયા,માનાવાળા બોરીદા,નાના-મોટા બોરીદા વિગેરે ગામડાઓના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે અવર-જવર કરવા તેમજ આ ગામડાઓની મુસાફર જનતાને સુગમતા રહે તેમ છે.ઉપરોક્ત બાબતે લાગતા-વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી આ માર્ગ ઉપર એસ.ટી બસોની ટ્રીપો ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.