Tuesday, 30/11/2021
Dark Mode

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે યુવાનની હત્યા,એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો:પ્રેમિકા સાથે અગાઉ સંબંધ હોવાનું કહી ખીજવતા મામાને ભાણેજે જન્મ દિવસની પાર્ટી આપવા બોલાવી ઠંડે કલેજે કાસળ કાઢ્યું

June 3, 2021
        1936
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે યુવાનની હત્યા,એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો:પ્રેમિકા સાથે અગાઉ સંબંધ હોવાનું કહી ખીજવતા મામાને ભાણેજે જન્મ દિવસની પાર્ટી આપવા બોલાવી ઠંડે કલેજે કાસળ કાઢ્યું

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે યુવાન ની હત્યા

એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

 ભાણેજે કુટુંબી મામાને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

પ્રેમિકા સાથે અગાઉ સંબંધ હોવાનું કહી ખીજવતા મામા ને ભાણેજે જન્મ દિવસની પાર્ટી આપવા બોલાવી ઠંડે કલેજે કાસળ કાઢ્યું

દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે તળાવમાંથી શહેરના ગલાલીયાવાડના યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી લેવામાં સફળતાં પ્રાપ્ત કરેલ છે. જેમાં પ્રેમ પ્રકરણ સંબંધી મામલે ભાણેજે પોતાના કુટુંબી મામાને મોતને ઘાટ ઉતાર્યાે હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગતરોજ મોડી રાત્રીના સમયે દાહોદ તાલુકાના મુવાલીયા ગામના તળાવમાં દાહોદ તાલુકાના ગલાલીયાવાડમાં રહેતાં શ્યામ બુધારામ પારગીની લાશ તળાવના પાણીમાંથી મળી આવી હતી. મૃતક શ્યામને આંખના ભાગે તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાે હોવાનું માલુમ પડ્યું હતું અને આ સંબંધે મૃતક યુવકના પિતા દ્વારા આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ આજરોજ નોંધાવી હતી ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને આરોપીને શોધી પકડી પાડવા માટે એલ.સી.બી. પોલીસ અને દાહોદ તાલુકા પોલીસની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો. ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ તેમજ સ્થાનીક બાતમીદારોના મારફતે પોલીસે તપાસ આગળ વધારી હતી.

કુટુંબી મામાંએ યુવકની પ્રેમિકા જોડે ભૂતકાળમાં સબંધ રાખ્યા હોવાનું બંને પ્રેમી જોડાને ખિજાવતાનો ઘસ્ફોટક..

 મરણજનાર શ્યામ પારઘીનો ફાઈલ ફોટો 

પોલીસને સ્થાનીકો પાસેથી જાણવા મળ્યા અનુસાર, મૃતક શ્યામ અવાર નવાર ભાણેજ અર્જુન નિનામાના ઘરે રાબડાળ ગામે આવતો જતો હતો. અને અર્જુનને તેની પ્રેમિકા જોડે ભૂતકાળમાં સબંધ હોવાનું કહી ખિજાવતો હતો. અને તેની પ્રેમિકાને પણ હેરાન કરતો હતો જેને લઈને આરોપી અર્જુન ખુબ અકળાઈ ગયો હતો.અને ગઈકાલે બર્થડે ઉજવવાના બહાને બોલાવી મોતના ઘાટ ઉતારી દીધો હતો.

ભાણેજ અર્જુન નિનામાએ પોતાના કુટુંબી મામાને જન્મ દિવસ ઉજવવાનું કહી બિરયાનીની મિજબાની માણવાના બહાને બોલાવી યમસદને પહોંચાડ્યો 

દાહોદના રાબડાલનો રહેવાસી અર્જુન નીનામાં પોતાની પ્રેમિકા મોના (નામ બદલેલ છે.) જોડે ગ્રેટ લવમાં હતો અને કહેવાતા કુટુંબી મામાં શ્યામ પારઘી પોતાની પ્રેમિકા જોડે સંબંધ રાખ્યો હોવાનું કહી ખીજ આવતો હતો અને તેની પ્રેમિકાને પણ હેરાન કરતો હતો. જેનો કાયમ માટે નિકાલ લાવવાનો વાયદો પ્રેમિકાને કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમજ ગઈકાલે કુટુંબી મામાંનું કાસળ કાઢી નાખવાનું પહેલાથી પૂર્વ આયોજિતરૂપે  મનોમન નક્કી કરી કુટુંબી મામાંને ફોન કરી જન્મદિવસ હોવાનું કહી બિરયાની ખાવા માટે દાવત આપી હતી. અને દાહોદ શહેર પોલિસ મથકની પાસે આવેલા પેટ્રોલ પંપ પર બોલાવ્યો હતો.જ્યાં મરણજનાર શ્યામ બાઈક લઈને આવી ગયો હતો. જ્યાંથી બન્ને મામાં -ભાણેજ મુવાલિયા તળાવ ખાતે ગયા હતા. જ્યાં હત્યારા અર્જુને મામાં શ્યામને જણાવ્યું હતું કે બિરયાની આવે છે. ત્યાં સુધી આપણે મોબાઈલમાં ફોટો પાડી લઈએ તેમ જણાવી શ્યામને તળાવ પાસે ઉભું રાખી તળાવમાં ધક્કો મારી દીધો હતો. અને પોતે પણ તળાવમાં કૂદયો હતો. જોકે શ્યામને તરતા ન આવડતું હોવાથી તે એકવાર ઉપર આવ્યો હતો. તે સમયે અર્જુને શ્યામના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરી યમસદને પહોંચાડી દીધો હતો. અને પોતાના લોહીવાળા કપડાં અન્ય સ્થળે બદલી ત્યાંથી રવાના થઇ ગયો હતો. જે એલસીબીએ કબ્જે કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!