
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા દુકાનોને મારવામાં આવેલ સીલ બાબતનો મામલો
શરત ભંગ કરનાર ઇસમો પર જરૂરી કાર્યવાહી કરવા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને લેખિતમાં કરેલ જાણ
બાંધકામ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરી કાર્યવાહીનું રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીને જણાવવા તાલુકા પંચાયત દ્વારા લેખિતમાં ગ્રામ પંચાયતને કરેલ જાણ
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના પોલીસ સ્ટેશન રોડ પર ૧૯૭૮માં જોષી વલમજી કોદર ને ઘરવિહોણા જમીન ગ્રામ પંચાયત દ્વારા મકાનના બાંધકામ માટે ફાળવણી કરવામાં આવેલ હતી જમીન પર ચાર દુકાનો નો બાંધકામ હોય ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ચારે ચાર દુકાનો સીલ કરવામાં આવેલ હતી આ સીલ કરેલ દુકાનો જોષી દ્વારા બે દુકાનોને ગેરકાયદેસર કરી કૃત્ય કરી સીલ તોડી નાખવામાં આવતા ગ્રામ પંચાયત ના સત્તાધીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરવામાં આવતા ફતેપુરા તાલુકા પંચાયત દ્વારા તારીખ 1 6 2021 ના દ્વારા લેખિતમાં સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી જણાવ્યું છે કે વાલજીભાઈ કોદરભાઈ ને ગામ તળ માટે જમીન વિહો ના ઈસમ તરીકે ગ્રામ પંચાયતના ઠરાવ 124 તારીખ 29 3 1978 માં ઘરવિહોણા જમીન હંગામી ભાડાથી મકાન બાંધકામ માટે આપેલ છે પરંતુ જોષી દ્વારા જર્જરિત મકાન તોડી દુકાન બનાવેલ છે બાંધકામ કરનાર ઈસમ દ્વારા સીલ તોડી સરત ભંગ કરેલ છે ગ્રામ પંચાયત દ્વારા ઈસમને કેટલા ચોરસ ફૂટ જમીન ગામ તલમાંથી બાંધકામ કરવા હંગામી ભાડા પેટે આપેલ છે અને ભાડા પટ્ટો ગ્રામ પંચાયત કેટલા સમય માટે આપેલ છે તાલુકા પંચાયત કચેરી દ્વારા જમીન ફાળવવા માટે કોઈપણ પરવાનગી આપવામાં આવેલ નથી જેથી સદરહુ બાંધકામ બાબતે ગ્રામ પંચાયત કચેરી જે તે કાર્યવાહી કરવાની થતી હોય કરેલ કાર્યવાહીનો રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીમાં રજુ કરવા તથા ઈસમને જમીન ફાળવવાની કમિટી ના પુરાવા રજુ કરવા તેમજ ગ્રામ પંચાયત દ્વારા મારવામાં આવેલ સીલ ઈસમ દ્વારા પરવાનગી વગર સીલ તોડવા બાબતે સરતભંગ કરેલ હોય તે બાબતે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહી કરવા માટેની લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલ છે.