Saturday, 11/05/2024
Dark Mode

દાહોદમાં ચોમાસા પહેલા વરસાદી માહોલ સર્જાયું:આકાશમાં સપ્તરંગી મેઘધનુષ દેખાયું

June 3, 2021
        2041
દાહોદમાં ચોમાસા પહેલા વરસાદી માહોલ સર્જાયું:આકાશમાં સપ્તરંગી મેઘધનુષ દેખાયું

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં ચોમાસા પહેલા વરસાદી માહોલ સર્જાયું:આકાશમાં સપ્તરંગી મેઘધનુષ દેખાયું 

દાહોદ શહેર સહીત જિલ્લાના તાલુકા મથક પર ચોમાસા પહેલા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

દાહોદમાં કાળાડિબાંગ વાદળાઓની સાથે સપ્તરંગી મેઘધનુષનો મનમોહક દ્રશ્ય રચાયું 

દાહોદ તા.૦૩

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારે ઓચિંતો વાતાવરણમાં પલ્ટો આવતાં જિલ્લાના ઘણા ગામોમાં વરસાદી ઝાંપટા પણ પડ્યાં હતાં. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી આકાશમાં મેઘધનુષ પણ જાેવા મળ્યું હતું.

 

 તાઉ પે વાવાઝોડાની અસર બાદ હવે લગભગ ચોમાસું આ મહિનામાં પ્રારંભ કરનાર હોવાના અહેવાલો સાથે કેરળમાં ચોમાસાનું આગમનની અસરો હવે મધ્ય ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં પણ જાેવા મળી રહી છે. દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે પવનના સુસવાટા સાથે કાળા વાદળો છવાઈ ગયાં હતાં. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાની સાથે જિલ્લામાં વહેલી સવારે લીમખેડા, સંજેલી, સીંગવડ, ઝાલોદ, દાહોદ જેવા ગામોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યાં હતાં જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડુત મિત્રો પણ ખેતી કામની તૈયારીઓમાં જાેતરાઈ ગયાં છે. આ વર્ષે ચોમાસું લગભગ જુનના મધ્યમમાં આરંભ થનાર હોવાનું કહેવાઈ રહ્યું છે અને જુલાઈ સંપુર્ણપણે ચોમાસાનું આગમન થનાર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ત્યારે આજના વરસાદી ઝાપટાઓ સાથે ઘણા સમયથી અસહ્ય બફારા તેમજ ગરમીથી લોકોને રાહત મળી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!