Friday, 22/11/2024
Dark Mode

સુખસર:દાદાએ ખેત ધિરાણ ન ભરતા બેંક મેનેજરે પૌત્રીની શિષ્યવૃતિ કાપી લેતા આશ્ચર્ય

સુખસર:દાદાએ ખેત ધિરાણ ન ભરતા બેંક મેનેજરે પૌત્રીની શિષ્યવૃતિ કાપી લેતા આશ્ચર્ય

  હિતેશ કલાલ :- સુખસર 

દાદાએ ધિરાણ ન ભરતા બેંક મેનેજરે પૌત્રીની શિષ્યવૃતિ કાપી લીધી,શિષ્યવૃતિ લેવા ધક્કા ખાતી સાગડાપાડા ગામની બે વિદ્યાર્થીનીઓ,દાદા ધિરાણ ભરશે તો જ શિષ્યવૃતિ આપીશું:બેંક મેનેજર

 સુખસર.તા.06

ફતેપુરા તાલુકાના સુખસરમાં આવેલી બેંક મેનેજર દ્વારા સાગડાપાડા ગામની બે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની રકમ આપવાની ના પાડી દીધી હતી જેમાં પૂછપરછ કરતા બેંક મેનેજર જણાવેલ કે દાદાની ખેત ધિરાણની રકમ બાકી હોવાથી શિષ્યવૃતિ મળશે નહીં જે વાતને લઈને આશ્ચર્ય સર્જાયું હતું.

ફતેપુરા તાલુકામાં સુખસરની બેંક ઓફ બરોડા શાખા કાર્યરત છે.જેમાં સાગડાપાડા ગામની  ધોરણ 6 અભ્યાસ કરતી ૨ વિદ્યાર્થીનીઓ શિષ્યવૃત્તિના નાણાં લેવા માટે છેલ્લા અઠવાડિયાથી ધક્કા ખાઈ રહી હતી.જેમાં જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓના દાદાએ બેન્કમાંથી ખેતી ધિરાણ લીધું હતું.અને જેની રકમ ભરપાઇ કરવાની બાકી હતી.જેમાં બેંક મેનેજરે દાદા એ ધિરાણની રકમ ન ભરતા સ્ત્રીઓનું ખાતુ લોક કરી દીધું હતું.અને શિષ્યવૃત્તિની રકમ આપવાની ના પાડી દીધી હતી. જે બાબતની જાણ થતા આશ્ચર્ય સર્જાયું હતું શિષ્યવૃત્તિની રકમ ન મળતા વિદ્યાર્થીનીઓનો રડમસ ચહેરો થઇ ગયો હતો.આ બાબતે સુખસર બેંક મેનેજર ને પૂછતા તેઓએ જણાવ્યું કે સાગડાપાડા ગામના કોદરભાઈ ગરાસીયાનું ખેતી ધિરાણ બાકી છે જેથી વિદ્યાર્થીઓનું ખાતુ બંધ કરી દીધું છે અને ખેતી ધિરાણ ની રકમ ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

બેંક મેનેજર દ્વારા દાદાની લોન બાકી હોવાનું કહી  શિષ્યવૃત્તિ અટકાવી દેતા પુસ્તકો લાવી શક્યા નથી :-  ચંપાબેન ગરાસીયા (વિદ્યાર્થીનીઓની માતા)   

મારી બે છોકરીઓને શિષ્યવૃતિના પૈસા ખાતામાં જમા થયા હતા.જે ઉપાડવા જતાં બેંક મેનેજરના પાડે છે.ધિરાણ માં કાપી નાખ્યા તેવું કહે છે.હાલમાં શાળાઓ બંધ છે. પરંતુ છોકરીઓ ઘરે શિક્ષણ કરી રહી છે.જેઓ માટે પુસ્તકો લાવવાના છે.પરંતુ શિષ્યવૃત્તિ મળી ન હોવાથી પુસ્તકો લાવી શક્યા નથી.

ખેડૂતના નામનુ ધિરાણની રકમની વસુલાત ના કરાવી શકાય શિષ્યવૃતિ આપવા મેનેજર સાથે વાત કરીશું :- આર.બી.મુનિયા ( જિલ્લા મુખ્ય પ્રબંધક દાહોદ)

જે ખેડૂતના નામ નુ ધિરાણ હોય તેની પાસેથી જ રકમ વસૂલ કરવાની હોય વિદ્યાર્થીનીઓના ખાતા બંધ કરવાની ના આવે સુખસરના મેનેજર સાથે વાત કરું છું શિષ્યવૃતિ આપવા માટે.

error: Content is protected !!