જીગ્નેશ બારીયા,નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ તા.૦૨
આજે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદના રાજકીય પક્ષ સહિત વેપારીઓ, દાહોદ નગરપાલિકા, સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી મહાત્મા ગાંધીજીને યાદ કર્યા હતા. સાથે સાથે પુર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ હોઈ તેઓને પણ યાદ કરવામાં આવ્યા હતા.
અંગ્રેજાે સામે લડી ભારત દેશને આઝાદી અપાવનાર એવા અહિંસાવાદી,સત્યાગ્રહના પ્રચારક એવા મહાત્મા ગાંધીજીની આજે ૨જી ઓક્ટોબરે ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ સહિત જિલ્લાવાસીઓએ ગાંધીજીને યાદ કર્યા હતા. દાહોદના ભાજપના અગ્રણી, કોંગ્રેસ અગ્રણી તેમજ આમ આદમી પાર્ટીની અગ્રણીઓએ સહિત શહેરની સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વેપારીઓ તેમજ પાલિકાના સત્તાધીશો દ્વારા સ્ટેશન રોડ ખાતે બગીચામાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી ગાંધીજીને યાદ કર્યા હતા તેમના રસ્તા પર ચાલી સ્વચ્છતાના સંદેશને સાકાર કરવાનો સંકલ્પ લીધો હતો.
ઝાલોદ તાલુકામાં ગાંધીજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા,ઝાલોદની કુલ ૩૭ જેટલી શાળાઓમાં હેન્ડ વોસ અને ઉકાળા વિતરણ કરી રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ
ઝાલોદ પંથકમાં આવેલી કુલ ૩૭ જેટલી પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતી અને શાસ્ત્રી જયંતિ નિમિત્તે હેન્ડ વોશ પ્રમાણપત્ર વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાંત અધિકારી એસ ડી ચૌધરી, મામલતદાર વી જી રાઠોડ, ટીડીઓ દિલીપભાઈ પટેલ, તથા સંકલિત બાળ વિકાસ અધિકારી એમી જોસેફ, તાલુકા હેલ્થ ઓફિસર ડી કે પાંડે સહિત શિક્ષકો આરોગ્ય સ્ટાફ અને પંથકજનો હાજર રહ્યા હતા.કોરોના મહામારીને લઇ સાવધાની રાખવા બાબતના સૂચનો કરવામાં આવ્યા હતા.કોરોના વિરોધી ઉકાળાનું વિતરણ કરાયું હતું. તો આ અંગે વિસ્તૃત જાણકારી આપી અને ખાસ તકેદારી રાખવાં માટે ના સુચનો પણ આપવામાં આવ્યા હતા.
ફતેપુરા તાલુકાના 24 શાળાઓમાં ગાંધીજયંતી ની ઉજવણી કરાઈ,ગાંધીજયંતી નિમિત્તે ઉકાળો માસ હેન્ડ વોશ તેમજ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યા
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં ૨ ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે તેમજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિન નિમિત્તે ફતેપુરા તાલુકાની 24 શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર તાલુકા વિકાસ અધિકારી પી.એસ અમલીયાર સી.ડી.પી.ઓ વંદિતાબેન પટેલ કોમલ બેન દેસાઈ તેમજ જે તે વિસ્તારના સરપંચો તાલુકા સભ્ય જિલ્લા સભ્યો icds કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ શાળા ના શિક્ષકો વગેરે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં 100 મહિલાઓને હેન્ડ વોશિંગ કે મ્પિયન રાખવામાં આવેલ હતા જેઓ હેન્ડ વોશિંગ કેવી રીતે કરવામાં આવે છે.તેનું ડેમો બતાવતા હતા. કાર્યક્રમમાં આયુર્વેદિક ઉકાળાનું માસ હેન્ડવોશ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું મોનીટરીંગ બી.આર.સી રમેશ ભાઈ રટોડા અને તાલુકા વિકાસ અધિકારી પી એસ અમલીયાર એ કરેલું હતું.
સિંગવડ તાલુકામાં મહાત્મા ગાંધીજીના 151 માં જન્મ જયંતી નિમિત્તે ગુજરાત હેન્ડ વોશિંગ અને નંદ ઘર અંતર્ગત કાર્યક્રમ યોજાયા
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં મહાત્મા ગાંધીજી ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે 24 જગ્યાએ આઇસીડીએસ વિભાગ તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીના લાઈવ કાર્યક્રમ સાથે થયો તેના આઇસીડીએસ વિભાગ ની બહેનો દ્વારા દરેક સ્થળ ઉપર ૧૦૦ જેટલા બહેનોને આમંત્રણ આપી તેઓને આ કેમ્પેન ના પ્રમાણપત્ર તેમજ હેન્ડ વોશિંગ કીટ આપવામાં આવી આર્થિક આરોગ્ય વિભાગ દ્વારા આવેલ તમામ લાભાર્થી બહેનોને માસ્ક આપી આરોગ્ય તપાસ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યા સાથે પોષણ આરતી અને પોષણને લગતી માહિતી તેમજ કોરોના સામે બચાવ માટેના પ્રયત્નો વિષે સમજણ આપવામાં આવી સિંગવડ તાલુકા શાળામાં શિક્ષણ ગણના સાથ સહકાર સાથે અતિથિવિશેષ તરીકે સરપંચ જીવણભાઈ વહોનીયા ગ્રામ પંચાયત તલાટી વાઘેલા બેન આઈસીડીએસ આંકડાકીય મદદનીશ વૈશાલીબેન આરોગ્ય વિભાગના દાસા પીએચસીના આર ડી એસ અને મેડિકલ ઓફિસર ડોક્ટર નિલેશ સલોત અને આરોગ્ય ટીમ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી ભાભોર સાહેબ ના સહકાર અને સંકલન સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો પૂરતા સામાજિક અંતર અને હેન્ડ વોશિંગ અને સેનેટાઈઝર કર્યા બાદ આ કાર્યક્રમ કોરોના ને ધ્યાનમાં લઈને યોજવામાં વિવિધ સ્થળો બધી જ આરોગ્ય ટીમ પી.એસ.સી મેડિકલ ઓફિસર તથા સી.એચ.ઓની હાજરી તેમજ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાસાના આરોગ્ય વિભાગના ડોક્ટર જીગ્નેશ ચારેલ મલેકપુરમાં ડોક્ટર વૈશાલી ગોસાઈ મેત્રાનના ડો. રચિત મકવાણા ડોક્ટર ફાતેમા ઈસ્માઈલ વાળા શાપરમાં ડોક્ટર યોગેશ પટેલ ડોક્ટર પ્રીતેશ પટેલ સરજુમીમાં ડોક્ટર રંજન બામણીયા પહાડમાં ડોક્ટર ઈલા રાઠોડ તેમજ હાંડી વિસ્તારમાં ડોક્ટર બેલા પિઠીયા અને ડોક્ટર હિરલ રાતેડા હાજર રહી અને આરોગ્ય સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દરેક વિસ્તારમાં આઈસીડીએસ વિભાગના કર્મચારીઓને દ્વારા સક્રિય ભૂમિકા ભજવી આ સમગ્ર કાર્યક્રમ સુંદર બનાવવામાં આવ્યો હતો.
સંજેલી તાલુકામાં મહાત્મા ગાંધીજીના ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે હેન્ડવોશ કેમ્પેઇન અંતર્ગત ઉજવણી કરાઈ
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકામાં મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે હેન્ડવોશ કેમ્પેન અંતર્ગત તાલુકામાંથી 12 જેટલા જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં હેન્ડ વોશ અંગેની જાગૃતિ ફેલાઈ તથા કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે ના સુચનો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા આમંત્રિત કરવામાં આવેલા ૧૦૦ જેટલા લાભાર્થીઓને હેન્ડ વોસ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.વસીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું . આચાર્યશ્રી તથા આઇસીડીએસ વિભાગ માંથી ઉપસ્થિત કર્મચારીઓએ તમામનો અભિવાદન કર્યું હતું.
ફતેપુરા તાલુકામાં ગાંધીજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.
હિતેશ કલાલ :- સુખસર
સુખસર પંથકમાં આવેલા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતી અને શાસ્ત્રી જયંતિ નિમિત્તે હેન્ડ વોશ પ્રમાણપત્ર વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર સરપંચ નરેશભાઈ કટારા icds અધિકારી વંદીતા બેન પટેલ સહિત શિક્ષકો આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા કોરોના મહામારી ને લઇ સાવધાની રાખવા બાબતના સૂચનો કરવામાં આવ્યા હતા.કોરોના વિરોધી ઉકાળાનું વિતરણ કરાયું હતું. વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
લીમડી પંથકમાં ગાંધીજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
સૌરભ ગેલોત,સુમિત વણઝારા :- લીમડી