Friday, 22/11/2024
Dark Mode

લીમખેડાના ચીલાકોટામાં લુટારુઓ ત્રાટક્યા‌:૧૦ થી ૧૫ જેટલા લુટારુઓએ પરિવારને બાનમાં લઈ પશુઓની લુંટ ચલાવી: બુમાબુમ થતાં લુટારુઓએ ફાયરિંગ અને તીરમારો કરતા ચારથી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત

લીમખેડાના ચીલાકોટામાં લુટારુઓ ત્રાટક્યા‌:૧૦ થી ૧૫ જેટલા લુટારુઓએ પરિવારને બાનમાં લઈ પશુઓની લુંટ ચલાવી: બુમાબુમ થતાં લુટારુઓએ ફાયરિંગ અને તીરમારો કરતા ચારથી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં લુટારુઓ ત્રાટક્યા‌:૧૦ થી ૧૫ જેટલા લુટારુઓ એ પરિવાર ને બાનમાં લઈ પશુ ઓની લુંટ ચલાવી: બુમાબુમ થતાં ગામજનો દોડી આવતા લુટારુઓએ ફાયરિંગ અને તીરમારો ચલાવતા ચાર થી વધુ ગામજનો ને ઇજા

દાહોદ તા.17

લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના વાડા ફળિયામાં ગઈકાલે રાત્રે બંદૂક તથા તીર કામઠા જેવા મારક હથિયારો સાથે ત્રાટકેલા 10 થી 15 જેટલા લૂંટારૂઓએ પરિવારજનો સહિત ફળિયા ને બાનમાં લઇને રૂપિયા 62000/-ની કિંમતના 15 જેટલા પશુઓની લૂંટ કરી હતી આ દરમિયાન બુમાબુમ થતાં દોડી આવેલા ગ્રામજનો ઉપર લૂંટારૂઓએ ફાયરિંગ તથા તીર મારો કરતાં ચાર વ્યક્તિઓને ગોળી તથા તીર વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાની પોલીસ ફરિયાદ થવા પામી છે.
લીમખેડા તાલુકા. ના ચીલાકોટા ગામ ના વાડા ફળિયામાં રહેતા કનિયા ભાઈ નાનુભાઈ મેડા ગઈકાલે રાત્રે જમી પરવારી તેઓના પરિવારજનો સાથે ઘરમાં નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન રાત્રીના અંદાજે ૧૨ વાગ્યાના સુમારે 10 થી 15 જેટલા લૂંટારૂઓએ તીરકામઠી તથા બંદૂક જેવા મારક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને વાડા ફળિયા ને બાનમાં રાખી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં કનિયા ભાઈ નાનુભાઈ મેડા તથા હઠેસ ભાઈ હૂરસિંગભાઈ બીલવાળ ને ખાટલા ઉપર કેટલાક ચોર લૂંટારૂ એ પકડી રાખી ઘરમાં બાંધી રાખેલા રૂ 62000/- ની કિંમતના ૧૨ જેટલા બકરા તથા 2 ભેંસ અને એક ગાય મળી કુલ ૧૫ જેટલા પશુઓની લૂંટ કરી હતી આ દરમિયાન ચોર ચોરની બૂમો પાડતા ગ્રામજનો કનિયા ભાઈ મેડા ના ઘર તરફ દોડી આવતાં લૂંટારૂઓએ ગ્રામજનો ઉપર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું તેમજ તીર મારો કરવા લાગતા ગ્રામજનો પાછા વળી ગયા અને ખેતરોમાં છુપાઈ ગયા હતા. ચોર લુંટારૂઓ બંદૂકથી કરેલા ફાયરિંગમાં હઠેસ ભાઈ હૂરસિંગભાઈ બીલવાળને સાથળના ભાગે ગોળી વાગતાંં ગંભીર ઈજા થઈ હતી જ્યારે કનિયા ભાઈ નાનુભાઈ મેડા ને છાતીના ભાગે તીર ખૂંપી ગયું હતું તેમજ મનિયા ભાઈ કાળુ મેડા તથા અર્જુનભાઈ કાળુ મેડા ને વાગતા ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી જેથી ચીલાકોટા ગામ વાડા ફળિયામાં ગઈકાલે રાત્રે ત્રાટકેલા ચોર લૂંટારા ઓએ એક કલાકથી પણ વધારે આતંક મચાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.ઘર માલિકની મદદે દોડી આવેલા ગ્રામજનો ઉપર પણ તીર મારો તથા બંદૂકથી આડેધડ ફાયરિંગ કરતાં ગ્રામજનોને ઘર માલિકની મદદે આવતાં આ લૂંટારૂઓએ અટકાવ્યા હતા ગ્રામજનો ના જણાવ્યા મુજબ વાડા ફળિયામાં આ લૂંટારૂઓ સાંજે સાતથી આઠ ના સમયગાળા દરમિયાન લૂંટ કરવા માટે આવ્યા હતા પરંતુ ગ્રામજનો એ લૂંટારુંઓનો સામનો કરતાં લૂંટારૂઓ ભાગી ગયા હતા પરંતુ ત્યારબાદ મધ રાત્રે ૧૨ વાગ્યાના સુમારે ફરીથી આ લૂંટારુઓ ત્રાટકયા હતાા આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા 4 ગ્રામ જનો ને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ રીફર કરવામાં આવ્યા હતા જ્યારે આ બનાવ સંદર્ભે ચીલાકોટા ગામ ના મડીયા ભાઈ માનાભાઈ મેડા એ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે 10 થી 15 જેટલા અજણ્યા લુટારાઓ વિરોધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ફોટો મેટર – લીમખેડા તાલુકામાં આવેલા ચીલાકોટા ગામના વાડા ફળિયામાં ગઈકાલે રાત્રેે ત્રાટકેલા લૂંટારૂઓ અને ગ્રામજનો વચ્ચે થયેલી અથડામણમાં ચાર જેટલા ગ્રામજનોને તીર તથા બંદૂકની ગોળી વાગતા ઇજા થવા પામી હતી.

error: Content is protected !!