Friday, 29/03/2024
Dark Mode

અબ તક 213:દાહોદમાં વધુ 15 કેસો સાથે કોરોનાની બેવડી સદી પુરી…

અબ તક 213:દાહોદમાં વધુ 15 કેસો સાથે કોરોનાની બેવડી સદી પુરી…

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.17

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એકવાર સાગમટે કોરોના પોઝિટિવ ના ધડાકા સાથે શહેર સહિત જિલ્લામાં ભયની સાથે હાહાકાર મચી જવા પામ્યો છે,દિન પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમિત કેસોના લીધે દાહોદ જિલ્લાનો કોરોના પોઝીટીવ આંકડો બેવડી સદી ફટકારી ચુક્યો છે.જે ખરેખર ચિંતાનો વિષય બની જવા પામેલ છે.જ્યારે વધી રહેલા કોરોનાના દર્દીઓના પગલે આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં લોકડાઉંનની પરિસ્થિતિ ઊભી થશે તેમાં કોઈ બેમત નથી.આરોગ્ય વિભાગે ગઈકાલે 210 જેટલા સેમ્પલ એકત્રિત કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા.જે પૈકી 195 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે 15 પોઝિટિવ કેસોની સાથે દાહોદ જિલ્લાનો કોરોના પોઝિટિવ નો કુલ આંકડો 213 ઉપર પહોંચવા પામેલ છે.

દાહોદ જિલ્લામાં વીતેલા છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોઝીટીવ કેસોમાં ચિંતાજનક રીતે વધવા પામતા શહેર સહીત જિલ્લામાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.લોકડાઉનમાં કોરોના પર કાબુ મેળવવામાં સફળ ગયેલા દાહોદ જિલ્લામાં અનલોક 1 બાદ અનલોક 2 ના પ્રથમ દિવસથી જ કોરોના પોઝીટીવ કેસોએ રોકેટગતીથી વધવા પામતા આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્ર પણ વિમાસણમાં મુકાઈ ગયું છે.જ્યારે નગરપાલિકા સહીત સંલગ્ન વિભાગની કામગીરી પણ ચોક્કસપણે વધવા પામેલ છે
દાહોદ જિલ્લામાં કુલ નોંધાયેલ કોરોનાના દર્દીઓ પૈકી 165 જેટલાં કેસો દાહોદ શહેરમાં નોંધાવવા પામતા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે.તેમાંય દાહોદનો કોઈ વિસ્તાર કોરોનાની ચપેટમાં આવવામાં બાકી રહેલ નથી જેના લીધે શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જેવી પરિસ્થિતિનો નિર્માણ થવા પામેલ છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 210 જેટલા સેમ્પલો એકત્રિત કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા. જે પૈકી 195 લોકોના રિપોર્ટ નેગેટિવ જે પૈકી 195 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે બે તબીબો સહીત 15 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાવવા પામ્યા છે.આજરોજ પોઝીટીવ આવેલા દર્દીઓમાં (1)72 વર્ષીય રજાક અહેમદ હુસેન શેખ રહે.પિંજરવાડ,
દાહોદ, (2)46 વર્ષીય અશેષકુમાર ગીરધરલાલ શર્મા ગોવિંદ નગર, (3)57 વર્ષીય ઇદ્રીશભાઈ સેફુદ્દીન નાલલાવાલા, (4)19 વર્ષીય સમીપ અશેષકુમાર શર્મા, ગોવિંદ નગર,(5) 42 વર્ષીય પૂનમ અશેષકુમાર શર્મા ગોવિંદ નગર, (6)35 વર્ષીય અજય કુમાર રમેશભાઈ ભુરીયા ગોદીરોડ,(7)40 વર્ષીય નિમેષ કુમાર પૂનમચંદ પંચાલ ગોવિંદ નગર, (8)31 વર્ષીય ડો. શાલિભદ્ર વિનોદ ચંદ્ર શાહ, દાહોદ, (9)25 વર્ષીય ખીલન કુમાર હસમુખલાલ પ્રજાપતિ, આદિત્ય નગર,દેલસર,(10)45 વર્ષીય રાજેશ નાનાલાલ પંચાલ,નવકાર નગર દાહોદ, (11)47 વર્ષીય ડો. દુરૈયા અકબર અલી ગુલામ અલી બુરહાની સોસાયટી,(12)52 વર્ષીય સરિતાબેન પ્રકાશભાઈ રામચંદાણી પંકજ સોસાયટી,(13)31 વર્ષીય આ બે ભાઈ ઈસ્માઈલભાઈ જાંબુઘોડાવાલા બુરહાની સોસાયટી, (14)22 વર્ષીય મિતલબેન રોશનલાલ પંચાલ, ગોવિંદ નગર દાહોદ, (15)33 વર્ષીય ચૌહાણ જીગ્નેશ કાંતિલાલ સબ સેન્ટર લીમખેડા સહીત 15 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં દોડધામ દ્રશ્યો સર્જાયા હતા.જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન મળી કુલ 9246 સેમ્પલો એકત્રિત કરી તપાસઅર્થે મોકલ્યા હતા. જે પૈકી 8873 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે હાલ 175 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.જ્યારે દાહોદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંક 213 પર પહોંચ્યો છે.તેમજ 17 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓના મોત થતાં હાલ 131 એક્ટિવ કેશો અત્રેના કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.હાલ આરોગ્ય વિભાગ આજરોજ કરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ કરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.તેમજ કોરોના સંક્રમિત વિસ્તારોમાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સૅનેટાઇઝીંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!