Tuesday, 16/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં10 કોરોના સંક્રમિત કેસોનો વધારા સાથે એક્ટિવ કેસોની સંખ્યા 120 પર પહોંચી:બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત 21લોકો કોરોના મુક્ત થયાં

દાહોદ જિલ્લામાં10 કોરોના સંક્રમિત કેસોનો વધારા સાથે એક્ટિવ કેસોની સંખ્યા 120 પર પહોંચી:બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત 21લોકો કોરોના મુક્ત થયાં

    જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૮

દાહોદમાં આજે વધુ કોરોના સંક્રમણના ૧૦ દર્દીઓનો સમાવેશ થતાં દાહોદમાં ફરીવાર કોરોનાએ ભરડો લેતા શહેર સહિત જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ યથાવત્‌ રહ્યો છે. કોરોના પોઝીટીવનો દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૨૨૩ને પાર કરી ગયો છે.જોકે બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત 21 લોકો કોરોના મુક્ત થતા તેઓનેેેેેેેેેે  હોસ્પિટલમાંથી તેમજ હોમ આઇસોલેશનમાંથી મુક્ત થતાં આરોગ્ય વિભાગને  આંશિક રાહત મળી હતી. આજના વધુ ૧૦ દર્દીઓમાં (૧) બતુલબેન કુતબુદ્દીન કાગડીવાલા (ઉ.વ.૬૦,રહે.દાહોદ), (૨) દેવચંદભાઈ ગોબરભાઈ પંચાલ (ઉ.વ.૯૦, મધુરમ સોસાયટી, દાહોદ), (૩) હર્ષદ અમૃતલાલ રંભાપુરવાલા (ઉ.વ.૫૫, રહે.બહારપુરા, દાહોદ), (૪) લક્ષ્મીબેન બદીયાભાઈ સંગાડીયા (ઉ.વ.૨૮, ગારખાયા, દાહોદ), (૫) નીકીબેન સુરેશભાઈ બારીયા (ઉ.વ.૨૧, રહે.દાહોદ), (૬) નીસર્દ સુરેશભાઈ બારીયા (ઉ.વ.૧૯, રહે.દાહોદ), (૭) પાર્થ પ્રદિપકુમાર ભદોરીયા (ઉ.વ.૨૯, રહે.દાહોદ), (૮) સાકીર ફકરૂદ્દીન કડીવાલા (ઉ.વ.૪૮, રહે.સૈફી નગર,દાહોદ), (૯) સકીનાબેન લજમુદ્દીન સદાબાર (ઉ.વ.૬૫, રહે.દાહોદ) અને (૧૦) સુરેશભાઈ મનહરભાઈ બારીયા (ઉ.વ.૫૧, રહે.દાહોદ) એમ આજના આ દશ પોઝીટીવ કેસોને પગલે આ દશેય વ્યક્તિઓના સંપર્કમાં આવેલ બીજા વ્યક્તિઓનું આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ કામગીરી સહિત વિસ્તારોમાં સેનેટરાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 223 પહોંચ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં 21 જેટલા લોકો કોરોના મુક્ત થતાં  કોરોના સંક્રમિતના કુલ 120 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 17 કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજવા પામ્યા છે.

દાહોદમાં છેલ્લા બે દિવસમાં  સારવાર લઈ રહેલા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સહિત ૨૧ લોકો કોરોના મુક્ત થયા 

છેલ્લા ઘણા દિવસોથી દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. દરરોજના ૧૦ ઉપરોક્ત કોરોના પોઝીટીવ કેસો તો ફીક્સ હોય છે પરંતુ તેની સાથે સાથે સારા સમાચાર પણ છે જેમાં કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં પણ સુધારો જાેવા મળી રહ્યો છે. તારીખ ૧૭ અને ૧૮ જુલાઈ એમ બે દિવસની અંદર કુલ ૨૧ દર્દીઓને રજા આપવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રજીત રાજ, સલીમ ગરબાડાવાલા, સોહીલ ગરબાડાવાલા, વસીમ ખોડા, લુકમાન પટેલ, સોહીલ પાટુક, ભુપેન્દ્રભાઈ દિલીપભાઈ રાણા, પટેલ ઈશ્વરભાઈ અમરસિંગ, બારીયા દિનેશ રાઉસીંગ, સિધ્ધાર્થ દિલીપ રોહીલા, કીરણકુમાર પ્રભાકર ધાગ, મુર્તુઝા હુસેનભાઈ બોરીવાલા, વિનોદચંદ્ર રણછોડદાસ પંચાલ, સચિન કનુભાઈ  દેસાઈ, ઈરફાન મહેબુબ મીયા મલેક, જીગરભાઈ વિનોદચંદ્ર પંચાલ, ર્ડા.વનરાજસિંહ એમ.હાડા, જયકુમાર રાજુભાઈ તડવી, નગીનભાઈ પરસોત્તમભાઈ પરમાર, અબ્દુલા સૈફીદ્દીન ઝબાવાલા અને પિયુષકુમાર ગોવિંદભાઈ ચૌહાણ એમ આ તમામ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

error: Content is protected !!