બાવકા ગામ ખાતે જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોરે દ્વારા પોલિયોના ટીપા પીવડાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો
નવજાતથી 5 વર્ષના બાળકોને પોલોયોની રસી પીવડાવી પોલિયોના રોગ સામે રક્ષિત કરવામા આવ્યા હતાં.
દાહોદ તા. ૨૩
સામાન્ય રીતે બાળકનો જન્મ થતાની સાથે જ તેને અનેક રોગોથી બચાવવા માટે, રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. ત્યારે પોલિયો એ ખૂબજ ગંભીર બિમારી છે. તેનાથી બચવા પોલિયો નાબુદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે.
ત્યારે આજે 23 જૂન રવિવારના રોજ બાવકા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પોલિયો દિવસ નિમિતે, પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત, ઝીરોથી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં બાળકોને પોલિયોની બીમારી સામે રક્ષિત કરવામા આવ્યા હતા.
જેમાં પોલિયો રસિકરણ પણ કરવામાં આવ્યું હતી અને નવજાતથી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી બાળકોને રક્ષિત કરવામા આવ્યા હતા. જો કોઈ બાળક પોલિયોની રસીથી વંચિત રહી જાય તે માટે, ૨૪ અને ૨૫ જુનના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા, ઘરે-ઘરે જઈને બાળક રસીકરણથી વંચિત નથી તેની ખાત્રી કરી, પોલીયો રસીકરણમાં કોઈ બાળક બાકી હશે તો તેને સ્થળ પર જ પોલીયોની રસી પીવડાવવામાં આવશે.