ક્યાં છે દારૂબંધીની.?દાહોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપી પાડેલા 4.35 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું
દાહોદ તા.28
દાહોદ પોલીસ ડિવિઝનમા સમાવિષ્ટ 6 જેટલા પોલીસ મથકમા છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો છાપરી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ગાંધીના ગુજરાત રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ મૂકવામા આવેલો છે, તેમ છતાં દર વર્ષ ગુજરાત માંથી કરોડોની કિંમતમાં દારૂના જથ્થો દાહોદ પોલીસ ડિવિઝનમા સમાવિષ્ટ 6 જેટલા પોલીસ મથકમા છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો છાપરી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ગાંધીના ગુજરાત રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ મૂકવામા આવેલો છે,
તેમ છતાં દર વર્ષ ગુજરાત માંથી કરોડોની કિંમતમાં દારૂના જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવતો હોય છે. ત્યારે આજે દાહોદ જિલ્લાના દાહોદ પોલીસ ડિવિઝન મા સમાવિષ્ટ 6 જેટલા પોલીસ સ્ટેશનોમા એક વર્ષ દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.દાહોદ પોલીસ ડિવિઝન મા સમાવિષ્ટ દાહોદ એ ડિવિઝન પોલીસસ્ટેશન, દાહોદ બી ડીવીઝન પોલીસસ્ટેશન,
દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, કતવારા પોલીસ સ્ટેશન, ગરબાડા પોલીસ સ્ટેશન અને જેસાવાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 1300 જેટલા પ્રોહીના ગુનાઓમાં પકડાયેલી કુલ 2.86 લાખ વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ રુપીયા 4.35 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દાહોદ નજીક આવેલા છાપરી ગામે ખુલ્લી જગ્યામાં આજે દાહોદ ડિવિઝન ના 6 પોલીસ સ્ટેશનો માંથી વિદેશી દારૂની પેટીઓ ટ્રકોમા ભરીને લાવવામા આવી હતી, જ્યા પેટીઓને ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં દાહોદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિલંજશા રાજપૂત, નશાબંધી અને આબકારી અધિકારી કનકસિહ ઠાકોર, ડીવાયએસપી જગદીશ ભંડારીની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.