રાજેશ વસાવે :- દાહોદ
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ દાહોદમાં તંત્ર સફાળું જાગ્યું: બે ગેમઝોન સીલ મરાયા ..
દાહોદ તા.25
દાહોદ મામલતદાર દ્વારા શહેરના ગેમઝોનમાં તપાસ હાથ ધરી, બે ગેમ ઝોન સીલ કરવામાં રાજકોટ ખાતે ગતરોજ ગેમિંગ ઝોનમાં બનેલ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર સાથે વ્યાપી જવા પામી છે સફાળે જાગેલ દાહોદ મામલતદાર ની ટીમ દ્વારા દાહોદ શહેરમાં આવેલ બે ગેમ ઝોનમાં દાહોદ મામલતદાર ની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતા બંને ગેમ ઝોનમાં ફાયર સેફટી, એનઓસી વિગેરે જેવી નિષ્કાળજી મામલતદાર ની ટીમને જોવા મળતા બંને ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યા હતા.
રાજકોટ ખાતે એક ગેમિંગ ઝોનમાં ગતરોજ ફાયર સેફટી ના અભાવે સર્જાયેલ દુર્ઘટનાને પગલે માસુમો મોતને ભેટયા છે. રાજકોટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ગૃહરાજ્યમંત્રી દ્વારા આવા ગેમિંગ ઝોન સહિતના વેપાર ધંધાઓ પર તપાસ હાથ ધરવા માટે તંત્રના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે દાહોદ શહેરમાં આવેલ છાબ તળાવ અને ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ લેવલ અપ એમ બે ગેમ ઝોન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટીની સુવિધા છે કે નથી ?, એનઓસી છે કે નથી ? વિકેરે જેવી સેફટીઓ તેમજ સુવિધાને ધ્યાનમાં લઇ આ બંને ગેમ ઝોન તરફ દાહોદ મામલતદારની ટીમએ પોલીસને સાથે રાખી બંને ગેમ ઝોનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિત મહત્વની સુવિધાઓનો અભાવ જોવા મળતા દાહોદ મામલતદારની ટીમ દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે બંને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા.જોકે શહેરના છાબ તળાવ વિસ્તાર ખાતે આવેલ ગેમ માત્ર બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યા તેમજ અવરજવર માટે માત્ર એક જ ગેટ હતો. ત્યારે મોદી રોડ ખાતે આવેલ લેવલ અપ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને એનઓસી સહિતનો અભાવ જોવા મળ્યો હતો. આ બંને ગેમ ઝોનના માલિકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ બંને ગેમ ઝોનને સીલ કરવાની કામગીરી સાથે દાહોદ શહેરમાં આવેલ અન્ય વેપાર, ધંધાઓ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો