પિપલોદ-રણધીપુર રસ્તાની બંને સાઈડમાં પડેલા વૃક્ષોના લીધે અકસ્માતનો ભય..
પીપલોદ તા. ૩૦
પીપલોદ થી રણધીપુર આવતા રસ્તાઓની બંને સાઈડમાં વચ્ચે પવન સાથે વરસાદ પડ્યો હતો તે સમયે આ રસ્તાઓમાં જ્યાં દેખો ત્યાં વૃક્ષો પડી ગયેલા હતા જ્યારે તે વૃક્ષોને તે સમયે રસ્તાની સાઈડો માં હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ આ રસ્તાની સાઈડમાં પડેલા વૃક્ષો ને આજ દિન સુધી ઉઠાવવામાં નહીં આવતા ઘણા વૃક્ષો રસ્તાને અડીને હોવાના લીધે અને વૃક્ષો ના ખૂણાઓ ઘણા બહાર હોવાના લીધે સામ સામે ગાડીઓ આવી જતા આ વૃક્ષો ના ખૂણાઓ વાહનોને અથડાઈ જવાનો બીક રહેતો હોય છે જેના લીધે ક્યારેક મોટો એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય જો આ રસ્તાની બંને સાઈડમાં પડેલા વૃક્ષો અને જે લટકી ગયેલા વૃક્ષો છે તે પણ હટાવવામાં આવે તો આ એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે તેમ છે જ્યારે આ રસ્તાઓની સાઈડમાં પડેલા વૃક્ષોને હટાવવા માટે જે પણ ખાતા અથવા માલિકી ના હોય તેને હટાવી લેવામાં આવે તો આ રસ્તા પર આવતા વાહનોને રાત મધરાતે નહિ દેખાતા એક્સિડન્ટ થતો બચી શકે તેમ છે જ્યારે ખરેખર ફોરેસ્ટ ખાતાના વૃક્ષો હોય તો તેને તાત્કાલિક ઉપાડી લેવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે