![દાહોદના રળીયાતી રોડ ઉપર બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત..](https://dahodlive.com/wp-content/uploads/2023/06/Screenshot_20230619_174237_WhatsAppBusiness-770x377.jpg)
દાહોદમાં માર્ગ અકસ્માતના બનાવમાં વધારો યથાવત માર્ગ સલામતી સપ્તાહ તેમજ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કાગળ પૂરતી સીમિત.??
દાહોદના રળીયાતી રોડ ઉપર બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત..
દાહોદ તા.19
દાહોદના રળીયાતી રોડ ઉપર આજરોજ તારીખ 18 મી જૂનના રોજ સાંજના સમયે બાઇક ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં અકસ્માત સર્જી રીક્ષા ચાલક ત્યાંથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.અને બાઈક ચાલકને શરીરના ભાગે તેમજ હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આસપાસના લોકો ત્યાં ભેગા થયા હતા.અને આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાઈક ચાલકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને શરીરના ભાગે તેમજ હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચી હોય તેની સારવાર ચાલી રહી હતી અને આ ઘટનાની જાણ પોલીસને તથા પોલીસ પણ ઘટના સ્થળે તેમજ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને અકસ્માત અંગેની માહિતી મેળવવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.