Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર:વિદેશથી દાહોદ આવેલા 220 લોકોના હોમકોરોનટાઇન પૂર્ણ થતા વહીવટીતંત્રે રાહતનો દમ લીધો

દાહોદ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર:વિદેશથી દાહોદ આવેલા 220 લોકોના હોમકોરોનટાઇન પૂર્ણ થતા વહીવટીતંત્રે રાહતનો દમ લીધો

જીગ્નેશ બારીયા @ દાહોદ  

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લા માટે એક ખુશીના સમાચાર વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં વિદેશી આવેલા કુલ ૨૩૩ વ્યક્તિઓ વિદેશી આવ્યા હતા અને આ પૈકી ૨૨૨ વ્યક્તિઓને ઓબર્ઝરવેશનમાં રાખવામાં આવ્યા હતા. તમામના કોરોન્ટાઈન પિરીયડ પુરો થતાં એકેયને કોરોના લક્ષ્ણોના વાંધાજનક લક્ષ્ણો ન જાવાતા દાહોદ જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો હતો. દાહોદ જિલ્લામાં હાલ એકેય કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો નથી. તે એક સારા સમાચાર છે. વહીવટી તંત્ર દ્વારા અથાગ પરિશ્રમ અને પ્રયાસો વચ્ચે દાહોદ જિલ્લાવાસીઓ હાલ કોરોના વાયરસથી સુરક્ષિત છે. વિદેશથી આવેલા ૨૩૩ પૈકી ૨૨૨ લોકોને ઓહર્ઝરવેશનમાં રાખવામાં આવ્યા હતા. આ તમામના કોરોન્ટાઈન પિરીયડ પુરો થતાં તમામને મુક્ત કરવામાં આવ્યા છે. હાલ કોઈને પણ ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવેલ નથી. ગઈકાલે ૩ વ્યÂક્તઓનો રિપોર્ટ પણ નેગેટીવ આવતાં લોકોએ હાશકારાઓ અનુભવ્યો હતો. વધુમાં બીજા એક વ્યÂક્તઓના રિપોર્ટની પણ રાહ જાવાતી હતી. આ વ્યÂક્તઓનો પણ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. દાહોદમાં ૧૬૭, ઝાલોદમાં ૨૪, લીમખેડામાં ૬, સંજેલીમાં ૬,  ધાનપુરમાં ૧, ફતેપુરામાં ૩, દેવગઢ બારીઆમાં ૧૪ અને ગરબાડામાં ૧ મળી કુલ ૨૨૨ લોકો ઓબર્ઝવેશનમાં રખાયા હતા અને તમામને હાલ મુક્ત કરવાની જાહેરાત સાથે દાહોદ જિલ્લાવાસીઓમાં જે ચિંતા જાવાતી હતી તે હાલ સારા સમાચારથી ખુશીમાં ફેરવાઈ ગઈ છે.

——————————————-

error: Content is protected !!