Friday, 29/03/2024
Dark Mode

દે. બારીયા પોલિસનો સપાટો:લોકડાઉન દરમિયાન ૫૧ વાહનો ડીટેન કરી ૩૭ લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી 36 હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો

દે. બારીયા પોલિસનો સપાટો:લોકડાઉન દરમિયાન  ૫૧ વાહનો ડીટેન કરી ૩૭ લોકો વિરુદ્ધ  જાહેરનામાના ભંગનો ગુનો નોંધી 36 હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો

મઝહર અલી @ દે.બારીયા

દેવગઢબારીયા પોલીસે ૨૧ દિવસના લોકડાઉનને લઈને અને જિલ્લા કલેકટરના જાહેરનામાને લઇ પાંચ દિવસમાં ૫૧ વાહનો ડીટેન કરી ૩૭ લોકો સામે ૧૮૮ મુજબનો ગુન્હો દાખલ લોકોમાં ફફડાટ,૨૧ દિવસના લોકડાઉનને લઇ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડતા પોલીસે કાર્યવાહી હાથ ધરી,તારીખ ૨ એપ્રિલના જાહેર નામાંને લઇ પોલીસે ૫ દિવસમાં ૫૧ વાહનો ડીટેન કરી ૩૭ લોકો સામે ૧૮૮ મુજબનો ગુનો નોંધ્યો,પોલીસે સરકારી તેમજ રાજકીય નેતાઓને પણ દંડ ભરાવતા અન્ય લોકોમાં ફફડાટ

દે.બારીયા તા.06

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકા મથકે કોરોના વાઈરસને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડયું હતું જેને લઇ પોલીસે અસરકારક કામગીરી હાથ ધરતા જાહેરનામાનો ભંગ કરતા ૫૧ વાહનચાલકો તેમજ ૩૭ લોકો સામે ૧૮૮ મુજબનો ગુન્હો નોંધતા લોકોમાં ફફડાટ.
દુનિયામાં કોરોના વાઈરસને લઇ મહામારી ઊભી થવા પામી છે ત્યારે દેશમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધતા દેશના વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તેમાં પણ કેટલાક લોકો દ્વારા આ લોક ડાઉનને મહત્વના આપતા દાહોદ જિલ્લા કલેકટર દ્વારા ૨જી એપ્રિલના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં બાઈક ઉપર એકથી વધુ તેમજ ફોર વ્હીલર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને લઇ દેવગઢબારિયા પોલીસે અસરકારક કામગીરી હાથ ધરતા નગર સહિત તાલુકાના કેટલાક વાહનચાલકો જાહેરનામાનો ભંગ કરતા હોય તેમ જોવા મળ્યા હતા અને પોલીસે દેવગઢબારિયા નગરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ દરમિયાન ૨ એપ્રિલથી ૬ એપ્રિલ સુધીમાં કુલ ૫૧ વાહનો ડીટર્ન કરી જપ્ત કર્યા હતા અને આ વાહન ચાલકોને આર.ટી.ઓનો મેમો આપવામાં આવ્યો હતો. ત્યારે રૂ.૩૬,૪૦૦/-નો સ્થળ દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે આઇ.પી.સી ૧૮૮ મુજબ ૩૭ લોકો સામે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરતા અન્ય લોકો પણ પોલીસની અસરકારક કામગીરી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. અને જાણે બપોરે ૧૨ વાગ્યાથી સ્વયંભૂ કરફ્યુ લાગી જતું હોય તેમ નગરમાં જોવા આવ્યો હતો ત્યારે આ જાહેરનામાનો ભંગ કરનાર સરકારી તેમજ રાજકીય નેતાઓને પણ પોલીસ દંડ કરાયો હોવાથી અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આમ દેવગઢબારિયા પોલીસની અસરકારક કામગીરીથી લોકોમાં ફફડાટ ત્યારે પોલીસ તંત્ર દ્વારા કાયદો ભંગ કરનારાઓ સામે સોપો પડી ગયો છે.

error: Content is protected !!