લીમખેડા પોલીસ મથકમાંથી પ્રેમી પંખીડા ભાગી જવાના પ્રકરણમાં 1મહિલા એએસઆઇ,3 જીઆરડી સસ્પેન્ડ
પીઆઇ અને પોલીસ કર્મચારીઓની બદલાયા: પીઆઇ ને ઝાલોદ સીપીઆઇ તરીકે મુક્યા: ઝાલોદ સીપીઆઈને લીમખેડા પીઆઇનો ચાર્જ સોપાયો.
લીમખેડા તા.15
લીમખેડા પોલીસ મથકમાંથી સગીર પ્રેમી પંખીડા ફરાર થઈ જવાના પ્રકરણમાં એસ.પીએ તાત્કાલિક અસરથી પગલાં લઇને લીમખેડા પી.આઇની ઝાલોદ બદલી કરી દીધી હતી. આ સાથે 1 મહિલા એએસઆઇ અને 3 જીઆરડીને સસ્પેન્ડ કરવા સાથે ત્રણ કર્મીઓની પણ અન્ય પોલીસમથકમાં બદલી કરાઇ હતી . ચડીયાના સગીર પ્રેમી પંખીડા 24 માર્ચે ભાગી ગયા બાદ નોંધાયેલા ગુનાના આધારે બંનેની અટકાયત કરી હતી. અપહરણ અને દુષ્કર્મનો * ગુનો દાખલ થયેલો હોવાથી સવારે તેમનું મેડિકલ કરાવવાનું હોવાથી રાતે તેમને પોલીસ મથકના જુદા-જુદા રૂમમાં રખાયા હતાં. – જોકે, ફરજ પર હાજર પોલીસ “ કર્મીઓ ઉંઘી ગયા હોવાથી તકજોઇને બંને પુન: નાસી ગયા હતાં. શોધખોળના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડતાં પોલીસે સગીર સામે પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો અને સગીરાના પિતાએ પોતાની પૂત્રીનું અપહરણ કરી જવાનો ગુનો નોંધાવ્યો હતો. આ મામલે એસ.પી બલરામ મીણાએ લીમખેડાના પી.આઇ એમ.કે ખાંટની તાત્કાલિક ઝાલોદના સીપીઆઇ તરીકે બદલી કરી દીધીહતી. જ્યારે ઝાલોદના સીપીઆઇ એચ.સી રાઠવાને લીમખેડાના પી.આઇ તરીકે મુક્યા હતાં. સાથે એક મહિલા એએસઆઇને સસ્પેન્ડ કરાઇ હતી. 3 જીઆરડી જવાનોને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં. રાતના સમયે હાજર ડ્યુટી એક મહિલા પોલીસ કર્મી અને બે પુરૂષ કર્મીની બદલી કરાઇ હતી. બંનેની શોધખોળ ચાલી રહી છે પરંતુ ભાળ મળી નથી.