રિપોર્ટર :- રાજેશ વસાવે /રાહુલ ગારી
વરસાદી માહોલમાં દાહોદ-ધાનપુરમાં આકાશી વીજળી પડતા મૂંગા પશુઓના મોત…
દાહોદ તા.17
દાહોદ જિલ્લામાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો સાથે સાથે દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે બે ગાયોનું મોત નીપજ્યું છે.જયારે કાળીતલાઈમાં
ભેંસ ઉપર વીજળી પડી છે., વરમખેડા તેમજ ધાનપુર તાલુકાના બોર ગામે ગાયો ઉપર વીજળી પડી છે. આમ પંથકમાં વરસાદી માહોલમાં મૂંગા પશુઓ પર આકાશી વીજળી પડતા પશુઓના મોત નીપજવા પામ્યા છે. આકાશી વીજળી પડવાથી મૂંગા પશુઓના મોત થયા છે જેમાં ભેંસ અને ગાયનું સમાવેશ થાય છે.